Vadodara

સમા અબાકસ સર્કલ પાસે ઓવરબ્રિજના કામ દરમિયાન લાઇન તૂટી ,લાખો ગેલન શુદ્ધ પાણી વેડફાયું


કોન્ટ્રાક્ટરની લાપરવાહીથી વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો

વાહનચાલકોનો રસ્તો બંધ, સ્થાનિકોને તકલીફ

નાગરિકોની કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ

વડોદરા: સમા વિસ્તારમાં અબાકસ સર્કલ પાસે નવો ફ્લાયઓવર ઓવરબ્રિજ બનાવવાના કામ દરમિયાન કોન્ટ્રાક્ટરે પાણીની મુખ્ય લાઇન તોડી નાખી, જેના કારણે લાખો ગેલન શુદ્ધ પાણી વેડફાઈ ગયું. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પાણીનો આ અનાવશ્યક વેડફાટે શહેરમાં પીવાના પાણીની કમી વચ્ચે વધુ ગંભીર સમસ્યા ઉભી કરી છે.


ઓવરબ્રિજના નિર્માણ માટે ચાલી રહેલા કામ દરમિયાન કોન્ટ્રાક્ટરના લાપરવાહ વર્તનને કારણે પાણીની લાઇન તૂટી ગઈ, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. આથી સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો. વાહનચાલકો માટે આ વિસ્તારમાં ટ્રાફિક જામ અને અવરજવર મુશ્કેલ બની ગઈ હતી, જેનાથી રોજિંદા જીવન પર અસર પડી.

સ્થાનિકોએ પાલિકા અને સંબંધિત અધિકારીઓ સામે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેઓએ જણાવ્યું કે વિકાસના કામ દરમિયાન લાપરવાહીથી નાગરિકોની મુશ્કેલી વધે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવાં જરૂરી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમા તળાવ નજીક 56 કરોડના ખર્ચે નવો ફ્લાયઓવર ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ છે, જે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે મહત્વનો પગલાં માનવામાં આવે છે. જોકે, આ પ્રકારની ઘટનાઓ વિકાસ કાર્યને અડચણ રૂપ બની શકે છે અને નાગરિકો માટે મુશ્કેલી સર્જે શકે છે. પાલિકા દ્વારા તાત્કાલિક પાણી લાઇનની મરામત અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં ની માંગ ઉઠી છે.

આ ઘટના વડોદરામાં વિકાસ અને નાગરિક સુવિધાઓ વચ્ચે સંતુલન સાધવાની જરૂરિયાતને વધુ સ્પષ્ટ કરે છે. શહેરના વિકાસમાં પારદર્શિતા અને જવાબદારી સાથે કામ કરવું જરૂરી છે.

Most Popular

To Top