Vadodara

સમામાં હીટ એન્ડ રન, ચાલવા નીકળેલા દંપતીને અડફટે લીધું, પત્નીનું મોત

સ્કોર્પિયોનો ચાલક પીધેલો હતો, કાર એમ્પાયર હોસ્પિટલમાં ઘૂસી ગઈ



વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રિ જમ્યા પછી પતિ પત્ની ચાલવા નીકળ્યા હતા, ત્યારે તેમને ખબર પણ નહી હોય કે તેઓની સાથે કોઈ મોટી અનહોની થવાની છે. દંપતી જમ્યા પછી ચાલવા નીકળ્યા હતા ત્યારે પુરઝડપે પાછળથી આવતી સ્કોર્પિયો કાર ચાલકે કાબૂ ગુમાવતા સ્કોર્પિયો ગાડી પલટી મારી ચાલવા નીકળેલા પતી પત્ની ને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ત્યારે પતિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. કાર ચાલક અકસ્માત ને અંજામ આપી ફરાર થઈ ગયો હતો.
કાર એટલી સ્પીડમાં હતી કે અકસ્માત કર્યા બાદ સમા ખાતે આવેલી એમપ્પાયર હોસ્પિટલમાં ગુસી ગઈ હતી.આસ પાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ સ્કોર્પિયો ની અડફેટે રોડની સાઈડ પર ચાલતા પતિ પત્ની માંથી પત્નીને બચાવીના શક્યા અને ગંભીર ઇજા પામેલા પુરુષને નજીક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.કાર ચાલક નશામાં ગાડી ચલાવતો હોવાનું કહેવાય છે.આ તમામ ઘટના નજદીકના લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસ તપાસ ચાલુ છે.

Most Popular

To Top