Vadodara

સમાજની વાડીમાં મર્જ કરવા આંગણવાડી તોડી હોવાના આક્ષેપો…

આસોજમાં 70 વર્ષ જૂની આંગણવાડી તોડી પાડતાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત

વડોદરા શહેર માં નવીન કલેકટર કચેરી ખાતે ગામ જનો એ આર એ સી રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મોજે આસોજ ગામ તા.જી. વડોદરાની 70 વર્ષ જૂની આંગણવાડી (બાળમંદિર) ગ્રામજનોની જાણ બહાર ભાવેશ પટેલ ધ્વારા પોતાના અંગત સમાજના ઉપયોગ માટે આસોજ ગામના તમામ જ્ઞાતિના ગ્રામ જનોની કોઈ પણ પ્રકારની સંમતિ લીધા સિવાય ગેરકાયદેશર રીતે તોડી પાડેલ હોય તેને તાત્કાલિક અટકાવવા તથા તે જગ્યા સાર્વજનિક હેતુ માટેની હોય ભાવેશ પટેલ તેમની સમાજની વાડીમાં મર્જ ન કરે તે માટે આસોજ ગામના પટેલ સમાજને તાકીદ કરવા ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદન સુપરત કરી રજૂઆત કરી હતી.
આવેદનમાં જણાવ્યું હતું કે, આસોજ ગામમાં આશરે ૭૦ વર્ષ જૂની આંગણવાડી (બાળમંદિર) અનઅધિકૃત લોકોએ ગ્રામજનોની જાણ બહાર તાત્કાલિક ધોરણે તોડી પાડી તે બાબતે સરપંચ તથા તલાટી શ્રીને ગ્રામજનો દ્વારા પુછવામાં આવતા તેઓ પંચાયતની મિલકતની કોઈ એક સમાજને અંગત ઉપયોગ માટે સાર્વજનિક જગ્યા ગેરકાયદેશર રીતે કેવી રીતે આપેલ છે કે કોની પરવાનગીથી ૭૦ વર્ષ જૂની આંગણવાડી (બાળમંદિર) તોડી નાખેલ છે અને કેમ તોડી નાખેલ છે ? અને કયા હેતુ માટે તોડી નાખેલ છે? આ તમામ માહિતી આસોજ ગામના તમામ સમાજની જ્ઞાતિના લોકોએ વારંવાર પંચાયત પાસે માંગણી કરવા છતાં કોઈ પ્રકારની માહિતી આપેલ નથી કે તેઓએ ગ્રામ સભામાં આસોજ ગામના સર્વજ્ઞાતિના લોકોની સર્વસંમતિથી કોઈ પણ પ્રસ્તાવ મુકેલ નથી અને આસોજ ગામના સરપંચ પટેલ સમાજ જ્ઞાતિના હોય તેઓએ તેમની સત્તાનો દૂરઉપયોગ કરી પોતાના પટેલ સમાજ એકલા માટે આસોજ ગામની સાર્વજનિક જગ્યા ગેરકાયદેશર રીતે પટેલ સમાજની વાડીમાં મર્જ કરી દેવાના ઈરાદે ગેરકાયદેશર રીતે તોડી નાખેલ હોય અને આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી કરવામાં ન આવતા ગ્રામ પંચાયતનો ગ્રામજનો દ્વારા સખત વિરોધ થયેલ છેઆમ મોજે આસોજ ગામે આશરે ૭૦ વર્ષ જૂની આંગણવાડી-(બાળમંદિર) ગ્રામપંચાયતની સામે આવેલ છે. જે તારીખ ૨૭/૦૮/૨૦૨૪ના રોજ તોઠી પાડવામાં આવતા અમો સૌ ગ્રામજનોએ સરપંચ તથા તલાટીને પુછવામાં આવતા તેઓ આ બાબતે અજાણ છે.

Most Popular

To Top