Vadodara

સમતા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી

(પ્રતિનિધિ) વડોદરા તા. 27

શહેરના સમતા વિસ્તારમાં રહેતા અને ખાનગી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકે કોઇક અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખાના લોખંડના સળિયા માં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી બનાવને પગલે લક્ષ્મીપુરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં મૂકાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા સ્વાતંત્ર્ય સેનાની નગર ખાતે મકાન નંબર 107મા રહેતા વિનોદ કૃષ્ણરાવ મસલેકર (ઉ.વ.43) જેઓ ખાનગી સિક્યુરિટી એજન્સી હેઠળ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા તેઓએ ગત તા. 26મી ડિસેમ્બરના રોજ બપોરે અંદાજે સાડા ચાર વાગ્યાની આસપાસ કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખો બાંધવાના સળિયા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી.હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૂકાવવા સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top