Vadodara

સભામાં કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી ફરિયાદનો મામલો ગુંજ્યો



તમામ કાઉન્સિલરે ઊભા થઈ ભાણજી પટેલને સમર્થન આપ્યું

વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદ નો મામલો ગુંજયો હતો.
ગઈકાલથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે બજેટ અંગેની સામાન્ય સભા શરૂ થઈ હતી. ત્યારે આજે સવારના બીજા દિવસે વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો સભામાં ગુંજયો હતો. જેમાં વોર્ડ નંબર 2 ના મહિલા કાઉન્સિલર વર્ષા વ્યાસે આ બાબતે રજૂઆત કરી ભાણજી પટેલ પર થયેલી પોલીસ ફરિયાદ ખોટી રીતે થઈ હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે ઉમેર્યું હતું.
ત્યારબાદ કોર્પોરેટર ભાણજી પટેલે પણ ઉભા થઈ આ બાબતે સભામાં કહ્યું કયા કાઉન્સિલરો આ બાબતે મારી સાથે છે તો ભારતીય જનતા પાર્ટીના તથા વિપક્ષના કોંગ્રેસના તમામ કાઉન્સિલરોએ ઊભા થઈ તેમને સપોર્ટ કર્યો હતો.

ભાણજી પટેલે જણાવ્યું હતું ચાણક્યપુરી ચાર રસ્તા ન્યુ સમા રોડ 171 સર્વે નંબર વાળી જમીન જે કોર્પોરેશનને 1974 ની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કરીને અમે લીધી હતી. 1975ની અંદર પૈસા ભરીને કબજા પાવતી લીધી હતી. કબજા ભાવથી લીધી ત્યારે દસ્તાવેજ તો કરવો જ પડે. ત્યારે 1980 ની અંદર જે મંગળભાઈ નાથાભાઈ આ લોકોએ 1980ની અંદર કોર્પોરેશનને દસ્તાવેજ કરી આપ્યો. એટલે કોર્પોરેશનનું નામ છ ના હાથપત્રમાં નામ ચડી ગયું. 7/12 ના ઉતારામાં પણ નામ છે. પરંતુ આ પ્લોટ ની અંદર કોર્પોરેશન મકાનો ના બાંધવાના હોવાથી સામાન્ય સભાની અંદર 2000ની સાલમાં સામાન્ય સભામાં ઠરાવ પાસ કર્યો કે આ બે પ્લોટ વેચી નાખીએ. એ બે પ્લોટ વેચાણ થયા તેમાં સિલ્વર ગોલ્ડન એપાર્ટમેન્ટ બનેલું છે. સામાન્ય સભાની અંદર જો ઠરાવ પાસ થતો હોય એક સર્વે નંબર હોય એમાં છ પ્લોટ ટીપી ફાઈનલ થયા , કુલ આઠ પ્લોટ માંથી બે વેચાયા, એટલે 6 પ્લોટ કોર્પોરેશનના રહ્યા, એની અંદર આ લોકોએ 2015 ની અંદર કબજા માટે માગણી કરી કોર્ટની અંદર ગયા. ત્યારે કોર્પોરેશન તરફથી પ્રકાશભાઈ વકીલને રોક્યા હતા અને એક વર્ષ બાદ 2015 માં તેઓએ દાવો પાછો ખેંચ્યો હતો કે કોર્પોરેશનના તરફેણમાં અમે દાવો પાછો ખેંચ્યો છે.
2016 ની અંદર દાવો ફરી વખત દાખલ કરવામાં આવ્યો. તે વખતે આચાર્ય વકીલ કોર્પોરેશન તરફે હતા પરંતુ વકીલે પુરાવા રજૂ ન કરતા એટલે કોર્ટે સામેવાળાના તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્યારે કોર્પોરેશન તરફના વકીલે પુરાવા રજૂઆત ન કરતા તો સ્વાભાવિક છે કે કોર્ટ સામેવાળી વ્યક્તિ તરફે જ ચુકાદો આપે. પરંતુ રજીસ્ટર માંથી મેં જાતે દસ્તાવેજ કરાયો અને દસ્તાવેજના આધારે અમે સ્ટે લઈને આવ્યા છે હાલ કોર્ટમાં કેસ ચાલુ છે. કમિશનર ને મારી એક રજૂઆત કરી હતી. પ્લોટ જે છે એ પ્લોટ માં પડી બનાવેલ છે. જ્યારે કોઈપણ આ પ્લોટ કોર્પોરેશન પાસે વેચાણ લેશે તો તેને પણ તકલીફ પડશે. જેના કારણે કોર્પોરેશન એ કમિશનરના ઓર્ડરથી ઓરડીને તોડવાનું કામ કર્યું હતું. હું એટલું દાવા સાથે કહું છું કે આ જગ્યા કોર્પોરેશનની છે. આ જગ્યા નગરજનોની છે અને નગરજનો એ મને ચૂંટણીમાં જીતાડીને સેવા કરવાનું કામ સોંપ્યું છે .તો હું લોકો માટે કંઈ પણ કરવા તૈયાર છું. જો લોકો પાસેથી વેરાના પૈસા લેતા હોય તો લાખોની જમીન એમને એમ જવા દઈએ એ યોગ્ય નથી. જે વ્યક્તિએ એફઆઇઆર ફડાવી છે આ પ્લોટ માં ઓડી હતી એ ઓડી રાજેશભાઈના નામનો હતો. તો FRI એ મારા પર કેમ ફડાવી એ મોટો સવાલ છે.

Most Popular

To Top