Vadodara

સફાઈ કર્મીઓના પડતર પ્રશ્નો મુદ્દે કમિશનરને રજૂઆત


ભારતીય જનતા પાર્ટીના શહેર કારોબારી સભ્ય દ્વારા સફાઈ કર્મચારીઓ ના કેટલાક પડતર પ્રશ્નો મુદ્દે વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.


વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય હરીશ વાઘેલા ગુરુવારે સફાઈ કર્મચારીઓની સાથે રાખી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળી તેમને સફાઈ કર્મચારીઓ ને કાયમી કરવા વારસાઈ કર્મચારીઓ જે નોકરી પર ગેરહાજરીના કારણે છૂટા કર્યા હોય તેઓને પરત લેવા કર્મચારીના મેડિકલ બિલ ના પ્રશ્નો નવીન સફાઈ કર્મચારીઓની ભરતી જેવા પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી. મ્યુનિસિપલ કમિશનરે પણ હકારાત્મક જવાબ આપતા આવનારા સમયમાં આ બાબત ધ્યાનમાં લેવામાં આવશે એવું જણાવ્યું હતું.

કારોબારી સભ્ય હરીશ વાઘેલા જણાવ્યું હતું કમિશનરને રજૂઆત કરવામાં આવેલા પડતર પ્રશ્નોના દસ કામો છે. મેડિકલ બિલ છે, વારસાઈમાં જે લોકો કામ કરી ચૂક્યા છે તેઓને પરિવારને વારસાઈ તરીકે નોકરી આપવામાં આવ્યા ઘણા લોકોના ઘણા લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે તેઓને પરત લેવામાં આવે, સમરસમાં જે કામ કરી ચૂક્યા છે એ કર્મચારીઓને માનવતાની દ્રષ્ટિએ રોજિંદારી કરવામાં આવ્યા છે લગભગ 264 લોકોને રોજિંદારી કરવામાં આવ્યા છે હજુ 70 લોકો બાકી છે તે લોકોને પણ એ પણ ટૂંક સમયમાં કામો પૂર્ણ થશે એવી બાહેધરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે.

Most Popular

To Top