Jetpur pavi

સફરજનની પેટી ખોલતા જ નિકળ્યો અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપ

ગુજરાત મિત્ર….પાવીજેતપુર

પાવીજેતપુરના બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટની લારી ચલાવતા વેપારીએ સફરજનની પેટી ખોલતા પેટીમાંથી રસેલ વાઇપર સાપ નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

પાવીજેતપુર બસ સ્ટેન્ડ પાસે ફ્રૂટની લારી કરી પોતાનું ગુજરાન ચલાવતા સુરેશભાઈ વાઘરી સવારે પોતાની લારી લઈને ઘરે થી બજારમાં જવા નીકળ્યા હતા. ત્યારે તેમણે જગ્યા પર પહોંચી સફરજનની પેટી ખોલતા પેટીમાંથી અચાનક ઝેરી રસેલ વાઇપર સાપ નીકળતા તેઓ ડરી ગયા હતા અને ધીરે ધીરે આ વાત પૂરા ગામમાં પ્રસરી ગઈ હતી અને લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.ત્યાર બાદ સાપને પકડનારને જાણ કરવામાં આવી હતી. સાપ પકડનાર નસીબભાઈ તડવી દ્વારા રસેલ વાઇપર સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને સાપને સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે જંગલોનું વન્ય જીવ આવી ફ્રૂટની પેટીમા જોવા મળે તો ફ્રૂટના હોલસેલરોની મોટી લાપરવહી સામે આવી છે .જો આ ઝેરી રસેલ વાઇપર કોઈને કરડી જાત તો કોઈના જીવને જોખમ થાત .સદનસીબે આ ઝેરી સાપને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે અને જંગલમા છોડી દેવાયો છે.

Most Popular

To Top