Dahod

સનાતન ધર્મ સેવા સંસ્થાનના દાહોદ જિલ્લા મહિલા હોદ્દેદારોની નિમણૂંક

દાહોદ:

સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આર્શિવાદથી અને પૂજ્ય મુકતાનંદજી બાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષા કપૂરના પ્રમુખપદે ગુજરાતનાં ૩૩ જિલ્લાઓમાં એક સાથે ૫૧૦ બહોનોની નિમણૂંક કરવામાં આવી છે જેમાં દાહોદ જિલ્લામાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સહમંત્રી, ખજાનચી તેમજ કારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.



સનાતન ધર્મ સેવા સંસ્થાન એક સનાતન ધર્મ સંતોનું સંગઠન છે તેમજ કથાકારો, મહિલાઓ અને તમામ સનાતનીઓને સંગઠિત કરતુ યુનીટ છે. જેમાં ગુજરાત પ્રદેશના મહિલા સંગઠન સમિતિના પ્રમુખ પદે ઉપા કપૂરના પ્રમુખ પદે ગુજરાત રાજયના ઉપ પ્રમુખ પદે ગીતા ચૌહાણની નીમણુંક કરવામાં આવી છે. ૩૩ જિલ્લામાં જિલ્લા પ્રમાણે ૫૧૦ બહેનોની વરણી કરવામાં આવી છે. તેઓ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરશે .સનાતન ધર્મના તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવશે અને તેમાં જાેડાશે. શાસ્ત્રનું જ્યાં વાચન થતું હશે તેમાં પણ વ્યવસ્થા સાંભળશે. સમાજની જરૂરિયાત ઉભી થશે ત્યારે આરોગ્ય અને શિક્ષણનું કામ પણ કરશે. નારી સશક્તિકરણનું કામ પણ કરશે. મંદિરોની સ્વચ્છતા રાખશે, સમાજને જરૂરિયાત ઉભી થાય ત્યારે દરેક પ્રકારે મદદ કરશે. દાહોદ જિલ્લામાં પ્રમુખ પદે ભાવનાબેન હસમુખલાલ ભટ્ટ, ઉપપ્રમુખ પદે ચેતનાબેન હિમાંશુભાઈ નાગર, મહામંત્રી પદે શાલિનીબેન સૌમિલકુમાર શુક્લ, સહમંત્રી પદે અમીતાબેન કૃષ્ણકાન્તભાઈ જાેષી, ખજાનચી પદે ભાવનાબેન ચંદ્રકાન્તભાઈ દરજી અને કારોબારી સભ્યોમાં મેઘાબેન પંચાલ, રંજનબેન રાજહંસ, સંયુક્તાબેન મોદી, વીણાબેન પલાસ, સંગીતાબેન નગરાળાવાળા, કૈલાશબેન પંડ્યાં, લતાબેન સોલંકી, દીપમાલા ભટ્ટ, નયનાબેન શાહ, કલ્પનાબેન જાેષી અને કુસુમબેન હરિકૃષ્ણ ત્રિવેદીને નિયુક્ત કરવામાં આવ્યાં છે.

——————————-

Most Popular

To Top