સત્ત્વ સરિતા ચેરિટેબલ સેવા ટ્રસ્ટ અને કૃષ્ણા કથક કેન્દ્ર તથા સ્ટુડિયો ઇમેજિનેરિયાના સંયુક્ત ઉપક્રમે “રસાનુભૂતિ “ કાર્યક્રમનું આયોજન બરોડા હાઇ સ્કૂલ અલકાપુરી ખાતે કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ હર્ષદ પરમાર અતિથિ વિશેષ અને કથક ગુરુ પ્રતિમા દીક્ષિત મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમ માં આશરે ૭૫ જેટલા કલાકારોએ “નવરસ “ ની થીમ પર નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. કેન્દ્રના સંચાલિકા જીગ્નિશા વૈદ્યના નેતૃત્વ હેઠળ કાલી તાંડવ, કાળિયા દમણ , દ્રૌપદી ચીર હરણ, શિવ સ્તુતિ, અને રાધા કૃષ્ણના રાસ નૃત્ય તૈયાર કરવામાં આવ્યા હતા, આ નૃત્યોએ પ્રેક્ષકો ના મન મોહી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટુડિયો ઇમેજિનેરિયાના વિદ્યાર્થીઓ દ્વારા વૈભવ સોની ના દિગ્દર્શન હેઠળ “જહાજ પર બેઠા પંછી “ નાટકનું મંચન કરવા માં આવ્યું હતું. ૫-૧-૨૫ ના રોજ “કથક પ્રવાહ “ ની પ્રસ્તુતિ થઈ હતી. જેમાં પારંપરિક કથક નૃત્ય કેન્દ્ર ના વિદ્યાર્થિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું અને “પંચ લાઇટ “ નાટક ભજવવામાં આવ્યુ હતું.