Vadodara

સત્તાના નશામાં ચૂર ભાજપના શાસકોએ વડોદરાની હાલત બગાડી નાખી: કોંગ્રેસ

વડોદરા ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતાના પાલિકાના સત્તાધીશો પર ગંભીર આરોપો

વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદની એન્ટ્રી એ વડોદરા મહાનગર પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી દીધી છે. ત્યારે પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો પર વિપક્ષ નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ચૂંટાઈ આવેલા કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાના સોશિયલ મીડિયાથી જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ક્યાંય પણ વરસાદ ના કારણે અટવાય તો મારો સંપર્ક કરવો અને મારા નિવાસસ્થાને તેઓને રાખવામાં આવશે. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે શાસકોને વારંવાર કહેવામાં આવ્યું છે કે ગટરો અને વરસાદી કાસ સાફ કરાવો. સભામાં પણ આ વાત ઉઠાવી છે. પરંતુ સત્તાના નશામાં ચૂર આ સત્તાધીશોએ વડોદરાની હાલત ખરાબ કરી નાખી છે. ઓવર બ્રિજ પણ ખોટી જગ્યાએ બનાવી ને વરસાદી પાણી નો નિકાલ બંધ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસનું શાસન હતું ત્યારે આનાથી પણ વધુ વરસાદ પડયો છે પરંતુ આજનાં જેવી હાલત વડોદરાની ક્યારેય થઈ નથી.b આના જવાબદાર માત્ર ચૂંટેલી પાંખના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો છે.


બીજી તરફ વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ પણ ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. ઋત્વિક જોશીનુ કહેવું છે મેયર, ડે મેયર, ચેરમેન વગેરેનાં ઘરની બહાર આવી સમસ્યા હોય તો તેઓ ને લોકોની તકલીફ સમજ પડે. એકપણ હોદ્દેદાર આજે આવી વરસાદી મુસીબત માં બહાર નીકળી પ્રજાની મદદ કરવા પણ રાજી નથી. વધુમાં કહ્યું હતું કે જે રીતના વિકાસના કામો બતાવવામાં આવે છે આજે એ જ કહેવાતા વિકાસના કામોનાં કારણે પ્રજાને ભોગવવાનો વારો આવ્યો છે અને આ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.

Most Popular

To Top