Vadodara

સતત વરસાદને પગલે છેલ્લા ચોવીસ કલાકમાં 1.77 ઇંચ વરસાદથી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં

શનિવારે મોડી રાત્રે એટલે રવિવારે વહેલી પરોઢથી સતત વરસાદને પગલે છેલ્લા ચોવીસ કલાકમાં 1.77 ઇંચ વરસાદથી કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં

આગામી પાંચ દિવસ દરમિયાન ગાજવીજ,પવન સાથે વરસાદ વરસી શકે છે, ગરબા આયોજકો અને ગરબા ખેલૈયાઓ ચિંતિત

(પ્રતિનિધિ) વડોદરા તા.20

આગામી પાંચ દિવસ ગાજવીજ પવન સાથે વરસાદની સંભાવના વચ્ચે શનિવારે મોડી રાત્રે એટલે કે રવિવારે વહેલી પરોઢે ત્રણ વાગ્યાની આસપાસથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે જે રવિવારે દિવસ દરમિયાન પણ ચાલુ રહેતાં શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે વાહનદારીઓ, રાહદારીઓ ને હાલાકી ભોગવવી પડી હતી. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં વરસાદી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશન તરફ આગળ વધી છે જેના કારણે આગામી પાંચ દિવસ એટલે કે તા.25 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત,મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. શનિવારે મોડી રાત્રે એટલે કે રવિવારે વહેલી પરોઢે ત્રણ વાગ્યાની આસપાસ થી જ શહેરમાં અવિરત મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં જ શહેરમાં 1.77 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં જેના કારણે વાહનચાલકો તથા રાહદારીઓ ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જો કે રવિવારે ફેક્ટરી, કંપનીઓમાં કામકાજ ની ઓફિશિયલ રજા હોય, શાળાઓમાં રજા હોવાથી શહેરીજનોને રાહત જણાઇ હતી પરંતુ બીજી તરફ ગરબા મેદાનોમાં વરસાદી પાણી ભરાયાં હતાં હજી તો ગરબા આયોજકોએ વરસાદી પાણીનો શનિવારે માંડ નિકાલ કર્યો હતો ત્યાં જ બીજી તરફ શનિવારે મોડી રાતથી સતત વરસાદ અને હવામાન વિભાગ દ્વારા આગામી તા.25 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી ત્યારબાદ પણ તા.27 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હોય ગરબા આયોજકો અને ગરબા ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. ઘણા ખેલૈયાઓ પાસ કેન્સલ કરાવી રહ્યા છે. શહેરમાં બપોરે બે વાગ્યા સુધીમાં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જેમાં વાઘોડિયા તાલુકામા 2મીમી, ડભોઇ તાલુકામાં 4મીમી,કરજણ તાલુકામાં 11મીમી તથા વડોદરામાં 4મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. શહેરના કારેલીબાગ વુડા સર્કલ,જલારામનગર, રાવપુરા, માંડવી ચાર દરવાજા વાઘોડિયા, માંજલપુર સહિત ના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં

વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી બપોરે બે વાગ્યા સુધીમાં (ફૂટમાં)

આજવા સરોવર 212.90 ફૂટ
પ્રતાપપુરા સરોવર 228.50 ફૂટ

વિશ્વામિત્રી નદીની વિવિધ સ્થળોની જળસપાટી બે વાગ્યા સુધીમાં (ફૂટમાં)

અકોટા બ્રિજ 11.13 ફૂટ
બહુચરાજી બ્રિજ. 2.13 ફૂટ
કાલાઘોડા બ્રિજ 8.46 ફૂટ
મંગલ પાંડે બ્રિજ 8.65 ફૂટ
મુજ મહુડા બ્રિજ 9.37 ફૂટ
સમા -હરણી બ્રિજ 8.83 ફૂટ
વડસર બ્રિજ 7.23 ફૂટ

Most Popular

To Top