પોણો કલાક વરસાદમાં ફરી એકવાર નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા રેલવે ગરનાળુ અવરજવર માટે બંધ કરાયું
પાલિકા તંત્રની વરસાદી કામગીરી વારંવાર પોકળ સાબિત થતી જોવા મળી
દસ દિવસના વડોદરામાં વરસાદી વિરામ લીધા બાદ ગુરુવારે સાંજથી ધોધમાર વરસાદ શહેરમાં પડ્યો હતો અને ત્રણ કલાકના વરસાદમાં સાડા ત્રણ ઇંચ વરસાદ શહેરમાં વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે શુક્રવારે ફરી એકવાર સાંજે ધમાકેદાર વલસાદ પડ્યો હતો અને દોઢ ઇંચ વરસાદમાં ફરીવાર કેટલાક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી જળભરાવ જોવા મળ્યો હતો.
વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનતા આગામી ચાર દિવસ સુધી હજી પણ મધ્યમ થી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ તથા અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. શુક્રવારે શહેરમાં સાંજે વરસાદી હેલી શરૂ થઇ હતી અને પોણા કલાકમાં જ 4મી.મી વરસાદ ખાબક્યો હતો. કેટલાય સ્થળોએ ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઇ હતી અને આ લખાય છે ત્યાં સુધીમાં વરસાદ ચાલુ હોય શહેરના સયાજીગંજ, રેલવે સ્ટેશન અલકાપુરી ગરનાળુ, માંડવી, લહેરીપુરા દરવાજા, કારેલીબાગ વુડા સર્કલ, મહાવીર હોલ ચારરસ્તા, વાઘોડિયારોડ પ્રભુનગર, પ્રભાત સોસાયટી, સરસ્વતી સોસાયટી, રંગ વાટિકા, પુષ્ટિપ્રભા સોસાયટી, માજીનગર, હિરાબાનગર, આયર્વેદિક કોલેજ રોડ, પ્લેટિનમ સોસાયટી, કુરેશ પાર્ક, રહેમાણી પાર્ક, અનુરાધા સોસાયટી, સંગમ ચારરસ્તા, વોર્ડ નં2 પાસે સવાદ ક્વાર્ટર, વિગેરે સ્થળોએ વરસાદી પાણીનો ભરાવ
થયો હતો જેના પગલે વાહનચાલકો ને હાલાકી પડી હતી.
વરસાદી પાણી ભરાતા રેલવે ગરનાળુ વાહનવ્યવહાર માટે બંધ કરાયું
શુક્રવારે સમી સાંજથી ભારે વરસાદ શરૂ થતાં દોઢ કલાકમાં સયાજીગંજ વિસ્તારમાં રેલવે ગરનાળામા ,અલકાપુરી ગરનાળામા તથા પ્રિયલક્ષ્મી મીલ ગરનાળામા વરસાદી પાણી ભરાઈ જતાં રાહદારીઓ, વાહનદારીઓની અવરજવર માટે બંધ કરવાની તંત્રને ફરજ પડી હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ ગરનાળાઓમા ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી બરાવવાની સમસ્યા છતાં આજ દિન સુધીમાં સ્માર્ટ સિટીના શાશકો તથા સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા કોઇ નિરાકરણ લાવવામાં ન આવતાં શહેરીજનોને દર વખતે હાલાકી ઉઠાવવાનો વારો આવે છે.
વરસાદી પાણી ભરાતા ટ્રાફિક ડાયવર્ટ કરાતા ઘણી જગ્યાએ, ઓવરબ્રિજ પર વાહનોની કતારો લાગી
શહેરમાં સતત બીજા દિવસે શુક્રવારે પણ મોડી સાંજથી વરસેલા દોઢ ઇંચ વરસાદને પગલે સયાજીગંજ ,અલકાપુરી, સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક ડાયવર્ટ કરાતા શહેરના કાલાઘોડા, ચકલી સર્કલ, માંજલપુર, લાલબાગ વિસ્તારમાં વાહનો ડાયવર્ટ થતાં શહેરના અટલબ્રિજ, પંડ્યાબ્રિજ, ફતેગંજ બ્રિજ, અમીતનગરબ્રિજ તથા લાલબાગ બ્રિજ ઉપર વાહનોની લાઇનો લાગી હતી લોકો ટ્રાફિક જામમાં અટવાયા હતા.