સતત દસમા દિવસે પાલિકા તંત્ર એક્શન મોડ માં મચ્છી માર્કેટ સીલ કરવામાં આવ્યું
પાલિકા દ્વારા વારંવાર વિજય તથા મનહર કહાર ને નોટિસ આપવા છતાં ફી ના ભરતા કાર્યવાહી
ભરવાના ફી તથા ભાડું ના કુલ સાત થી આઠ લાખ રૂપિયા ન ભરવાના કારણે કાર્યવાહી:- પાલિકા
વડોદરા વોર્ડ નંબર 7 ભાજપના રમેશ રાજાના પુત્ર તપન પરમાર ની હત્યા બાદ એકા એક જાગેલા તાલુકાના તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ જે હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે .
સંવેદનશીલ વિસ્તારમાં દબાણો દૂર કરવા ની સાથે સાથે પાલિકાની દબાણ શાખા ની ટીમ દ્વારા અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો પર સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. આજે દસમા દિવસે દબાણ શાખા ની ટીમ વોર્ડ નંબર 13 માં આવેલા પીરામીડ રોડ પર ત્રાટકી હતી જ્યાં ગેરકાયદેસર મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું. આ માર્કેટમાં કામગીરી પાલિકા રાવપુરા પોલીસ બંદોબસ્ત સાથે મચ્છી માર્કેટ નો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો સાથે સાથે સીલ પણ કરવામાં આવ્યો હતો.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું શહેરના વોર્ડ 13 માં સમાવિષ્ટ પીરામીડ વિસ્તારની અંદર મચ્છી માર્કેટ આવેલું છે તેઓને છેલ્લા દસ વર્ષથી મૌખિક તથા નોટિસ આપવામાં આવી છે તેઓ તરફથી પરવાના ફી તથા ભાડું ભર્યું નથી. વિજય કનૈયાલાલ કહાર, તથા મનહર કહાર તેઓને વારંવાર મૌખિક તથા નોટિસ પરવાના ફી તથા ભાડું ભરવા માટે કેહવામા આવ્યું અને નોટિસ પણ આપી છે સાત સાત થી આઠ લાખ ભરવાના બાકી હોવા છતાં તેઓ ફી ન ભરતા આજરોજ વડોદરા મહાનગરપાલિકા ના માર્કેટ શાખા, દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી સામાન જપ્ત કરી માર્કેટ સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે.