સુખી ડેમનું લેવલ 145.96 મીટર થયું, ડેમમાં પાણીની આવક વધતા 5 નંબરનો ગેટ 30 સેન્ટી મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યો
બોડેલી: છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને કારણે સુખી નદીમાં 1000 ક્યુસેક્સ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. જેથી નિચાણના વિસ્તાર કિકાવાડા, ડુંગરવાંટ, ઘુટીયા, ગંભીરપુરા, પાલિયા, સજોડ, મોટીબેજ, નાનીબેજ, ઠલકી, વાઘવા, હુડ, વદેશિયા, ખાંડીયા, કોલિયારી, લોઢણ, મોટી રાસલી, નાની રાસલી, સિહોદના લોકોને નદી કિનારાથી દુર સલામત સ્થળે રહેવા માટે તંત્રે અપીલ કરી છે
છોટા ઉદેપુરના સુખી ડેમમાંથી રૂલ લેવલ જાળવવા 1000 ક્યુસેક પાણી ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. નિચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલા સુખી ડેમમાંથી આજે પાણી છોડવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. આ કારણે સુખી ડેમમાં પાણીનું લેવલ 146 મીટર સુધી પહોંચ્યું હતું. રૂલ લેવલ 145.50 મીટર જાળવવા માટે બપોરે 1 વાગ્યે ડેમનો 5 નંબરનો ગેટ 30 સેમી ખોલવામાં આવ્યો હતો. આ દ્વારા 1000 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું હતું. પાણી છોડતા પહેલા નદી કિનારાના 20 ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે સુખી જળાશયની કેનાલોનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી અત્યાર સુધી પાણી છોડવામાં આવ્યું ન હતું. ચોમાસાની શરૂઆતમાં જ પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. ચાલુ વર્ષે સુખી જળાશયની કેનાલોનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી અત્યાર સુધી પાણી છોડવામાં આવ્યું ન હતું. ચોમાસાની શરૂઆતમાં જ પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.ગત વર્ષે ચોમાસા દરમિયાન ડેમમાંથી પાણી છોડવાથી ભારજ નદી પર શિહોદ ખાતેનો પુલનું ડાયવર્ઝન તૂટી ગયું હતું. ત્યારે લોકોએ ખૂબ હાલાકી પડી હતી લોકોને લાંબો ફેરો ફરીને જવું પડતું હતું આ વખતે ટકાઉને મજબૂર છે કે કેમ તે આવનારો સમય બતાવશે પણ હાલમાં તો સુખી ડેમમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
પાણી છોડવાનું હોવા છતાં નદીના પટમાં તંબુમાં લોકો જોવા મળ્યા

જ્યારે વહીવટી તંત્ર દ્વારા ભરાજ નદીના આસપાસના લોકોને 1 વાગે પાણી છોડવાનું હોય એલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે ભરાજ નદી માં 1,30 કલાકે તંબુ માં લોકો જોવા મળ્યા*
મશીનોથી નદીમાં રેતી ખનન ચાલુ રહ્યું

છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા 1 વાગે ડેમનું પાણી છોડવાની સૂચના ભારજ નદીના લીઝધારકોને આપવામાં આવી હતી છતાં પણ 1. 30 કલાકે મશીનો ડુંગરવાટ ભારજ બ્રિજ નજીક નદીમાં જોવા મળ્યા હતા.