સાવલી પોલીસ મથકની હદમાં 2020ની સાલમાં બનાવ બન્યો હતો
સાવલી પોલીસ મથકની હદમાં 2020 ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજરોજ સાવલીની પોકસો કોર્ટે આરોપીને પોકસો સહિતની વિવિધ કલમોમાં તકસીર વાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને પચાસ હજારનો દંડ ફટકાર્યો છે
સાવલી પોલીસ મથકે 2020 ની સાલમાં પોતાના મામાના ઘરે રહેતી 17 વર્ષીય સગીરાને તેની પડોશમાં રહેતો કરણ છગનભાઈ નાયક રહે મહાદેવપુરા વેરાખાડી તાલુકો જીલ્લો આણંદ એ મરજી વિરુદ્ધ પટાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરીને વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું .જેની સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપીને જેલ ભેગો કર્યો હતો .જેનો કેસ સાવલીની અધિક પોકસો કોર્ટના જજ જે એ ઠક્કરની કોર્ટર્માં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને પક્ષોના ગુનામાં તકસીર વાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને 50000 નો દંડ ફટકાર્યો હતો જ્યારે અપહરણ સહિતની અન્ય કલમોમાં આઠ વર્ષની સજા અને 8000 નો દંડ ફટકાર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી પોતે પરણિત હોવા છતાંય સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું સાથે સાથે જિલ્લા લીગલ ઓથોરિટી ને વિકટીમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ ૪ લાખનું વળતર પીડિતા ના પરિવાર ને ચૂકવી આપવા જિલ્લા લીગલ ઓથોરિટી ને ભલામણ કરી છે તેમજ આરોપી જે દંડ ભરે તે પણ પીડીતાને ચૂકવી દેવા ભલામણ કરી છે