સાવલીની પોકસો કોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકમાં ૨૦૨૩ની સાલમાં સગીરા ને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં ચુકાદો
સાવલીની પોકસો કોર્ટ દ્વારા ડેસર પોલીસ મથકમાં ૨૦૨૩ની સાલમાં સગીરા ને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં આરોપીને કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૨૫ હજારનો દંડ ફટકારાયો છે.
સને 2023 ની સાલમાં સગીરાને પોતાના ખેતરમાંથી ભગાડી જઈને વિવિધ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવા પામી હતી. ડેસર પોલીસે આરોપી દિલીપ ઉર્ફે દિપક ઈશ્વરભાઈ હરીજન રહે વાઘપુરા (બાજીપુરા) તા. ઉમરેઠ જીલ્લો આણંદ ની ધરપકડ કરીને પોકસો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેનો કેસ સાવલીની પોકસો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની દલીલોને રાખીને પોકસો કોર્ટના જજ જે એ ઠક્કર આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને ૨૦ વર્ષની સખત કેદની સજા અને 25,000 નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત ઈ પી કો ૩૬૩ ના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજાર નો દંડ તેમજ ઈ પી કો ૩૬૬ ના ગુનામાં પાંચ વર્ષની સજા અને પાંચ હજાર નો દંડ ફટકાર્યો હતો. આરોપી જે દંડ ની રકમ ભરે તે પીડિતાને ચૂકવી આપવા હુકમ કર્યો છે. સાથે સાથે જિલ્લા લીગલ ઓથોરિટીને વિકટીમ કોમ્પનશેશન સ્કીમ હેઠળ ચાર લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે.