પીડિતાને વિકટીમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ 4 લાખની સહાય ચૂકવવાનો હુકમ
(પ્રતિનિધિ) સાવલી તા.18
સાવલી ની પૉક્સો કોર્ટ દ્વારા 2022 ની સાલમાં સગીરાને ભગાડી લઈ જઈ બદ કામ કરવાના પ્રકરણમાં આરોપીને તકદીર ઠેરવીને ૨૦ વર્ષની સજા અને ૫૦ હજાર નો દંડ ફટકાર્યો છે.
સાવલી પોલીસ મથકે 2022 ની સાલમાં સગીરાને પોતાના પિતાના વાલી પણા માંથી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચારવાની ફરિયાદ નોંધ કરી હતી સાવલી પોલીસે આરોપી વિનોદ હરમાન રાઠોડીયા રહે ઇન્દ્રાડ તાલુકો સાવલી ની સામે ગુનો નોંધીને વિવિધ તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી વિનોદ સગીરાને જંબુસર અને ગંધાર મુકામે લઈ જઈએ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચાર્યું હતું. જેના સંયોગીક તેમજ વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જેનો કેસ સાવલી અધિક સેશન કોર્ટના જજ જે એ ઠક્કરની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સરકારી વકીલ સી જી પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને તકસીર વાર ઠેરવ્યો હતો અને ૨૦ વર્ષની સજા અને પચાસ હજારનો દંડ ફટકાર્યો છે. સાથે સાથે જિલ્લા લીગલ ઓથોરિટીને વિકટીમ કોમ્પનશેસન સ્કીમ હેઠળ ચાર લાખની સહાય ચૂકવવાનો હુકમ કર્યો છે. આરોપી જે દંડ ભરે તે રકમ પણ પીડિતા ને ચૂકવવા ભલામણ કરી છે . અત્રે ઉલ્લેખનીય છે કે આ જ ગુનામાં આરોપી ને જામીન મળતાં ફરીવાર સગીરાને ભગાડી જઈ ગર્ભવતી બનાવીને માતા બનાવવા ના ગુનામાં મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકારતી સાવલીની પોક્સો કોર્ટ
By
Posted on