અપહરણના ગુનામાં સંડોવાયેલ ભાગતો ફરતો આરોપી તથા ભોગ બનનાર સગીરાને શોધી કાઢી તેના માતા પિતાને સોપતી હરણી પોલીસ ટીમ..
ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના માધ્યમથી પોલીસે નસવાડી તાલુકાના જેતપુર ગામેથી બંનેને પકડી પાડ્યાં..
છેલ્લા દોઢ મહિનાથી ગત સપ્ટેમ્બરમાં સગીરાનુ પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે અપહરણ કરવાના ગુનામાં ભાગતા ફરતા આરોપીને તથા ભોગ બનનાર સગીરાને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે હરણી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગત તારીખ 18મી સપ્ટેમ્બર,2024ના રોજ હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી એક સગીર વયની કિશોરી (16વર્ષ અને 10મહિનાની) ને એક આરોપી ઇસમ રાહુલ હરીશભાઇ ચૌહાણ (રહે. જલારામનગર વિભાગ-02,એલ એન્ડ ટી સર્કલ પાસે, કારેલીબાગ, વડોદરા) નાઓએ પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે અપહરણ કરી જતાં પરિજનો દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જે અંગે હરણી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેર વિસ્તારમા દાખલ થયેલ ગંભીર પ્રકારના ગુનાઓમા સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમજ સગીર કીશોરીઓના થયેલ અપહરણ ના દાખલ થયેલ ગુનાઓમા પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ પોલીસ કમીશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમીશનર મનોજ નીનામાની સુચના અનુસાર હરણી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ચૌહાણ સા. નાઓના સીધા માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ અપહરણના આરોપી તથા ભોગબનનાર કિશોરીને શોધી કાઢવા સતત પ્રયત્યનશીલ હતા તે દરમ્યાન ટેકનીકલ & હ્યુમનસોર્સ આધારે હરણી પો.સ્ટે. નો છેલ્લા દોઢ મહીનાથી ઉપરોકત ગુનાના કામનો નાસતો ફરતા આરોપી નામે રાહુલ હરીષભાઇ ચૌહાણ રહે, જલારામ નગર -૨, એલ & ટી સર્કલ પાસે કારેલીબાગ વડોદરા શહેર નાને બાતમીરાહે હરણી પોલીસ ટીમ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતપુર ગામે મોકલી વોચમા રખાવી ભોગ બનનાર કિશોરી તથા આરોપી બન્ને મળી આવતા તેઓને પકડી પાડી આરોપીને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમા રજુ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી તેના માતા-પિતા સાથે ભેટો કરાવી આપ્યો હતો.