સગીરાએ બાળકને જન્મ આપતા બાળક નું મૃત્યુ નિપજ્યું હતું.બાળકના મૃતદેહને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે પીએમ રૂમમાં રાખવામાં આવ્યું
આરોપીએ સગીરાને પટાવી ફોસલાવી અવારનવાર શરીર સુખ માણ્યું હતું
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના એક ગામમાં રહેતા નરાધમ યુવકે સગીર વયની યુવતીને પટાવી ફોસલાવી અવારનવાર તેની સાથે શરીરસુખ માણી યુવતીને ગર્ભવતી બનાવી હતી.આ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળકનું મોત નિપજ્યું હતું જેથી બાળકને પી.એમ.રૂમમા મૂકવા સહિતની રાજપીપળા પોલીસે તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ચંપા ફળિયું મોટી લીમાવડ ખાતે રહેતો આરોપી પાર્થ કુમાર જમનાભાઇ બચુભાઈ વસાવાએ ભૂરીબેન દશરથભાઈ ગામળભાઇ વસાવાની સગીર વયની દીકરી પર નજર બગાડી હતી અને 17વર્ષ 3માસ અને 3દિવસની ઉમરની સગીરાને પટાવી ફોસલાવીને તેની સાથે અવારનવાર શરીરસુખ માણતા સગીરાને ગર્ભ રહી ગયો હતો આ બાબતની જાણ થતાં પરિવારે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી બીજી તરફ સગીરાએ ગોત્રી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળકનું મોત નિપજ્યું હતું જેથી સમગ્ર બનાવ મામલે રાજપીપળા પોલીસે ગુનો નોંધી મૃત બાળકને એસ.એસ.જી.હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે હોસ્પિટલ સતાધીશોને પત્ર લખી રજૂઆત કરતાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા બાળકના મૃતદેહને પી.એમ.રૂમમા ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.