રાજ્યના મુખ્યમંત્રીને સમગ્ર મામલે તટસ્થ તપાસ સાથે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ
સંયુક્ત કામદાર સમિતિ તથા સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પુર અસરગ્રસ્તોને સહાયની માંગ..
વડોદરા શહેરમાં ગત મહિને તા. 26 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભારે પૂરને કારણે તારાજી સર્જાઇ હતી. શહેરમાં લોકોના દુકાનો, મકાનોમા પૂરના પાણી ઘૂસી જતાં મોટા પાયે રાશન, ઘરવખરી, ફર્નિચર, વીજ ઉપકરણો, વાહનોને નુકસાન થયું છે. ઘણા કાચા પાકા મકાનોને પણ નુકસાન થયું છે કેટલાક લોકો બેઘર બન્યા છે. બીજી તરફ શહેરમાં પૂરના પાણી ચોથા દિવસે ઉતરવાના શરૂ થયા હતા બીજી તરફ ઓફિસો, ફેક્ટરીમાં પાણી, વીજળીના ધાંધિયાને કારણે ઘણાં નોકરિયાત વર્ગને તકલીફ પડી હતી સાથે જ તેઓ નોકરી પર જ ઇ શક્યા ન હતા બીજી તરફ તેઓના ઘરોમાં પૂરથી નુકસાન એમ બેવડો આર્થિક માર તેઓને તથા ધંધા પર અસર જોવા મળી હતી ત્યારે આ તમામને તટસ્થ સર્વે કરી સરકાર દ્વારા મુખ્યમંત્રી ને કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરી છે સાથે સાથે શહેરમાં વરસાદી કાંસો પરના દબાણો, વિશ્વામિત્રી નદી પરના તેમજ શહેરના તળાવો પરના દબાણોને કારણે આ એક રીતે માનવસર્જિત પૂર આવ્યું હોવાના આક્ષેપો સાથે આ સમગ્ર મામલાની તટસ્થ તપાસ જ્યૂડિશિયલ કમિટીની રચના કરી તેઓ દ્વારા કરાવવામાં આવે અને જે પણ જવાબદાર પરિબળો છે તેઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. આ આવેદનપત્ર આપવા માટે સંયુક્ત ટ્રેડ યુનિયન તથા સંયુક્ત કામદાર સમિતિ વડોદરાના આગેવાનો, સભ્યો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પોસ્ટર્સ, બેનરો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.