Vadodara

સંપત્તિ વિવાદમાં મહિલાને મારનાર ગોરવા સેકન્ડ પી.આઇ.તથા પોલીસ કર્મી સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ

શહેરના ગોરવા વિસ્તારમાં સંપત્તિ વિવાદ મામલે મકાન માલિક મહિલાને માર મારવાના પ્રકરણમાં ગોરવા સેકન્ડ પી.આઇ.તથા પોલીસ કર્મી વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ

ભાઇએ પોતાનું મકાન બહેનને વેચાણ દસ્તાવેજ કરી આપ્યું હોવા છતાં ભાભી જબરજસ્તી મકાનમાં તાળું તોડી કબજો જમાવતા મકાન માલિક નણંદે પોલીસને બોલાવતા ગોરવા પોલીસે મૂળ માલિકને ફટકારી હોવાના આક્ષેપ

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ભાઇનું મકાન કાયદેસર દસ્તાવેજ સાથે ખરીદી કરનાર બહેનના મકાનમાં ભાઇની પત્ની જેઓ વર્ષ 2021 થી પોતાના પતિ સાથે રહેતી નથી તે અચાનક આવી મકાન માલિક નણંદ જ્યારે મંદિરે દર્શન કરવા ગયા હતા તે દરમિયાન આવીને મકાનનું તાળું તોડી મકાનમાં ઘૂસી જતાં મકાન માલિક નણંદે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ પી.આઇ.ચંદ્રિકાબેન આસોદરા તથા પોલીસ કર્મી લલીત મકવાણાએ મકાન માલિક મહિલા તથા તેમના ભાઇને ગોરવા પોલીસ સ્ટેશનમાં બોલાવી માર માર્યો હોવા બાબતે મહિલાએ શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરી હતી છતાં કોઇ કાર્યવાહી ન કરાતાં આખરે મકાન માલિક મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં પોતાના વકીલ મારફતે ગોરવાના સેકન્ડ પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ કર્મી સામે પિટિશન દાખલ કરી રજીસ્ટર્ડ કરાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને ગોરવા વિસ્તારમાં રહેતા મનોજકુમાર પાંડે જેઓ અગાઉ પત્ની સાથે ગોરવામાં રહેતા હતા અને નોકરી કરતા હતા
પત્ની અનુપમદેવી પાંડે પતિ સાથે કોઇક કારણોસર અણબનાવને કારણે પતિથી અલગ ઉત્તર પ્રદેશ ના ગોંડા જિલ્લામાં રહેતા હતા પતિએ પત્ની સાથે ડિવોર્સ પિટિશન ગોંડા જિલ્લા ન્યાયાલયમાં દાખલ કરી હતી.બીજી તરફ તેઓને બાળકનો જન્મ થયો ત્યારે પણ પતિએ ખર્ચ કરી પોતાની ફરજ નિભાવી હતી.આ દરમિયાન ઉતરપ્રદેશ વતન માં સમાધાન પેટે દર મહિને રૂ.ત્રણ હજાર મનોજભાઇ આપતા હતા જુલાઇ -2023મા મનોજભાઇએ શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા ગોરવા આઇટીઆઇ નજીક રણછોડરાય નગરમાં રણછોડરાય નગરમાં એક ડુપ્લેક્ષ મકાન નંબર 251 પંજાબ નેશનલ બેંક પાસેથી લોન પર ખરીધ્યું હતું પરંતુ બે મહિના બાદ પતિ પત્ની સાથે વિખવાદ સર્જાતા પત્ની પોતાના વતનમાં રહેતી હતી વારંવાર વતનમાં કોર્ટમાં જવાને કારણે મનોજભાઇ મકાન લોનના હપ્તા ભરી શકતા ન હતા જેથી તેમણે આ મકાન વેચવાનો નિર્ણય કર્યો હતો આ મકાન તેમના ગોરવા વિસ્તારમાં રહેતા બહેન ઉષાદેવી તિવારીએ પોતાની બચત, દાગીના વેચીને તથા અન્ય રીતે કાયદેસર દસ્તાવેજ નં.15814/2024સાથે નવેમ્બર -2024મા ખરીદ્યું હતું અને સંપત્તિના કાયદેસરના માલિક તરીકે તેઓ છેલ્લા ત્રણેક મહિનાથી મકાનમાં ઘરવખરી સામાન સહિત અન્ય વસ્તુઓ સાથે રહેતા હતા તથા ઉપરના માળે મકાન ભાડેથી આપ્યું હતું જે માટે નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત રજીસ્ટ્રેશન કરાવી ભાગાકાર પણ કરાવ્યું હતું. પરંતુ વતનમાં રહેતા ભાભીને આ મકાન અંગેની જાણ થતાં તેઓ વડોદરા પોતાના બાળક સાથે આવ્યા હતા અને મકાન માલિક ઉષાદેવી તિવારી જ્યારે મંદિરે ગયા હતા તે દરમિયાન અનુપમદેવીએ ઘરમાં તાળું તોડી મકાનમાં ઘૂસી ગયા હોવાના આક્ષેપ સાથે ઉષાદેવીએ આવીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જેથી ગોરવા પોલીસે આવીને ઉષાદેવી તથા તેમના ભાઇને ગોરવા પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા જ્યાં ગત તા.04 ફેબ્રુઆરીના રોજ ઉષાદેવીના આક્ષેપો મુજબ ગોરવાના સેકન્ડ પી.આઇ. ચંદ્રિકાબેન આસોદરા તથા પોલીસ કર્મી લલીત મકવાણાએ ઉષાદેવીને કાન તથા ગાલ પર માર માર્યો હતો જેમાં ઉષાદેવીને તરત કાને સાંભળવાની તકલીફ થ ઇ હતી સાથે જ આંખો પર સોજો આવી ગયો હતો તથા તેમના ભાઈ મનોજને પટ્ટા વડે માર માર્યો હતો અને ત્રણેક ગુજરાતી ભાષમાં લખેલા કાગળ પર સહીઓ કરાવી લીધી હતી અને મકાનના ભાડૂઆતને પણ જલ્દી મકાન ખાલી કરાવવા જણાવાયું હતું તથા અહીંથી વતન જતા રહેવા ધમકી આપી હોવાના આક્ષેપ સાથે બીજા દિવસે તા.05 ફેબ્રુઆરીના રોજ ઉષાદેવી શહેર પોલીસ કમિશનર કચેરી, પોલીસ ભવન ખાતે ન્યાયની માંગણી સાથે અરજી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ મકાન તેમણે કાયદેસર ખરીધ્યું છે જેના દસ્તાવેજ પૂરાવા તેમના નામે છે તથા ઘરમાં રોકડ રકમ રૂ 20,000 દાગીના તથા અન્ય સામાન મળીને આશરે રૂ 15 લાખની આસપાસનો સામાન તેમની ભાભીએ લેવા દીધો નથી પોતે રોડ પર આવી ગયા છે અને ગોરવાના સેકન્ડ પી આઇ તથા પોલીસ કર્મી દ્વારા મારપીટ કરી દબાણ કરાયું હોવાની રજૂઆત કરી હોવા છતાં પરંતુ આજદિન સુધી કોઇ કાર્યવાહી ન થતાં આખરે સમગ્ર મામલે ઉષાદેવીએ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પ્રશાંત ચાવડા મારફતે અનુપમદેવી પાંડે (હાલમાં રહે. 251, રણછોડરાય નગર, ગોરવા આઇટીઆઇ પાસે, ગોરવા),ગોરવાના સેકન્ડ પી આઇ ચંદ્રિકા આસોદરા, પોલીસ કર્મી લલીત મકવાણા સામે તા. 19 ફેબ્રુઆરીના રોજ પિટિશન દાખલ કરી હતી જે 21ફેબ્રુઆરીના રોજ રજીસ્ટર થયેલ છે આમ ગોરવાના પોલીસ અધિકારી અને કર્મી વિવાદમાં ઘેરાયા છે.


ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રોપર્ટી રિલેટેડ કેસોમાં પોલીસને દખલગીરી ન કરવાની સૂચના અપાયેલી છે

ગુજરાત હાઇકોર્ટ આવા પ્રોપર્ટી રિલેટેડ કેસોમાં પોલીસે હસ્તક્ષેપ ન કરવાની સૂચના રાજ્યના પોલીસ વડા,તમામ પોલીસ કમિશનર, અને પોલીસ અધિકારીઓ ને આપેલી છે તથા વારંવાર ટકોર પણ કરી છે છતાં પોલીસ અધિકારી અને કર્મીઓ સિવિલ નેચર પ્રોપર્ટી રિલેટેડ કેસોમાં દખલગીરી કરે છે આ કેસમાં પણ ફરિયાદી સાથે પ્રોપર્ટીને લગતા કેસમાં માર માર્યાનો સાથે જ દબાણ ધમકીના ફરિયાદીના આક્ષેપ બાબતે તેમને ન્યાય મળે તે માટે ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદીના વકીલ તરીકે પિટિશન દાખલ કરી રજીસ્ટર્ડ કરાવી છે જેમાં શહેર પોલીસ કમિશનર તથા ડીસીપી ને તલબ કરી તેમજ ગોરવાના સેકન્ડ પી આઇ ચંદ્રિકા આસોદરા તથા પોલીસ કર્મી લલીત મકવાણા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

  • પ્રશાંત ચાવડા, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ

Most Popular

To Top