Business

સંતોષકારક કાર્યવાહી કરવામાં નહી આવે તો વીજ કર્મીઓની હડતાલ પર જવા ચીમકી


ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળે પડતર પ્રશ્ને નોટિસ ફટકારી :

યુનિયનના દબાણ અને ધાક-ધમકીને તાબે થઈને યુનિયનના કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા અન્યાય થતો હોવાના આક્ષેપ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

ગુજરાતવિધુત ટેકનીકલ કર્મચારી મંડળ દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નો અને એક યુનિયનના દબાણ અને ધાક-ધમકીને તાબે થઈને તેઓના યુનિયનના કર્મચારીઓને મેનેજમેન્ટ દ્વારા સતત થઇ રહેલ અન્યાય બાબતે તપાસ કરીને જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પગલાં લેવા અંગે નોટીસ પાઠવવામાં આવી છે.

ટી.જી.પરીખ નાયબ અધિક્ષક હિસાબનીશ આણંદને પેટલાદ ડિવિઝનમાં જગ્યા ખાલી હોવા છતાં દાહોદ સુપરિટેન્ડેન્ટ એકાઉન્ટનું પ્રમોશન આપવામાં આવી હતી અને વિનંતી કરવા છતાં બઢતીનો ઓર્ડર મોડીફાઈ કરવામાં આવ્યો નહિ. જ્યારે પી.આર.રાઠોડ નાયબ અધિક્ષક હિસાબનીશને ગોધરાથી વડોદરા વર્તુળ કચેરી ખાતે સુપરિટેન્ડેન્ટ એકાઉન્ટ નું પ્રમોશન આપવામાં આવ્યું હતું તે હુકમ ને મોડીફાઇ કરીને ગોધરા ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યો. આ ફેરફાર એક યુનિયનના દબાણ થી કરવામાં આવ્યો છે. એજ પ્રમાણે જી. બી.દેસાઈના સુપરિટેન્ડેન્ટ એકાઉન્ટના બઢતીના હુકમને ગોધરાથી મોડિફાઈ કરી તેમના વતન ના મનપસંદ સ્થળે નડિયાદ મુકામે કરી આપવામાં આવી. એ જ રીતે બે અનુસૂચિત જનજાતિ કેટેગરીના સિનિયર આસિસ્ટન્ટ જેઓ કવાંટ મુકામે ફરજ બજાવતા હતા, તેમની વિનંતીથી બદલીનો હુકમ બોડેલી ડિવિઝન ખાતે કરવામાં આવ્યો. પરંતુ નવા બઢતી પામેલ બે સવર્ણ સિનિયર આસિસ્ટન્ટ ને મોટા યુનિયનના દબાણને કારણે બોડેલી ડિવિઝનમાં પોસ્ટીંગ આપીને કવાંટ થી બદલી થઈ ને આવેલ અનું.જનજાતિના સિનિયર આસિસ્ટન્ટને અન્ય જગ્યાએ સબ ડિવિઝનમાં પોસ્ટિંગ આપીને તેમની સાથે નિયમોનો ભંગ કરીને અન્યાય કરવામાં આવ્યો. આ સાથે બે મહિલા કર્મચારીઓવડોદરા સર્કલ ઓફિસમાંથી જૂની.આસી.થી સીની. આસી.ના પ્રમોશન લઈ ડભોઇ પેટા વિભાગીય કચેરી ખાતે મૂકવામાં આવેલ હતા. ત્યાર બાદ ફક્ત 3 મહિનામાં જ કંપની ઇન્ટરેસમાં સર્કલ ઓફિસ અને વિભાગીય કચેરીમાં અન્ય કર્મચારીની વિનંતીને ધ્યાનમાં લીધા વગર બદલી ખોટી રીતે કરી છે. જે સત્વરે રદ્દ કરવામાં આવે. અન્ય કિસ્સામાં વડોદરા રૂરલ વર્તુળ કચેરી ખાતે અધીક્ષક ઇજનેર દ્વારા એક યુનિયન ના દબાણથી ત્રણ મહિલાસિનિયર આસિસ્ટન્ટ કે જેઓને બઢતીના ત્રણ માસ પણ પૂર્ણ થયા ન હતા તેમ છતાં કંપની ઇન્ટરેસ્ટ હેઠળ વર્તુળ કચેરી ખાતે બદલી કરવામાં આવી છે. જેથી આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે. જયસિંહ રાઠોડને નાયબ અધીક્ષક હિસાબનીશની આણંદ અને નજીક માં જગ્યા ખાલી હોવા છતાં યુનિયન ના દબાણ થી ખંભાત ખાતે પોસ્ટીંગ આપવામાં આવી છે. ઈરફાન ખોખરને નાયબ અધીક્ષક હિસાબનીશ ની બઢતી વડોદરા રૂરલ વર્તુળ કચેરી ખાતે કરવામાં આવી. પરંતુ યુનિયનના દબાણ થી માત્ર અઠવાડિયામાં જ ઈરફાન ખોખરને વર્તુળ કચેરી વડોદરા થી બદલી કરી મંજુસર સબ ડિવિઝન માં પોસ્ટીંગ આપવામાં આવી. લેર્ષા આર ડઢાણીયા કર્મચારી નં.૧૫૪૫૦ જેઓની કંપનીમાં દાખલ થયેલ તા.૧૬ જૂન ૨૦૨૧ થી તા.૦૫ ફેબ્રુઆરી ૨૦૨૪ આ સમયગાળાના નાયબ ઇજનેર દ્વારા વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨- ૨૩ નાખાનગી રીપોર્ટ દરજી નાયબ ઈજનેર દ્વારા સારો ભરેલ હતો જે અનુક્રમે માર્કસ ૬૭ અને ૫૫ આપેલ હતા.જે બાદ નાયબ ઇજનેર તરીકે ફરજમાં રચાનાબેન મિસ્ત્રી તા.૦૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ આવેલ હતા અને તેમના કાર્યકાળમાં ફક્ત ૪ મહિના જેટલો જ સમયગાળામાં ફરજ બજાવેલ હતી. અને તા.૦૫ ફેબ્રુઆરી ૨૦૨૪ થી વિનંતીથી બદલી વડોદરાવિભાગીય કચેરી વડોદરા ખાતે થયેલ છે. આમ મહિના કરતાં વધુ કામગીરીનો સમયગાળો નાયબ ઇજનેર દરજી અંતગર્ત ફરજ બજાવેલ હોવા છતાં સ્ટાફના અન્ય કર્મચારીઓ દ્વારા તેઓના વિરૂદ્ધ ખોટી રજૂઆત કરી તેમનો ખાનગી રીપોર્ટ ૨૦૨૩-૨૪ માં ખોટી નોંધ કરી હતી. જેથી તેઓનો કાયમી ઓર્ડર અટકી પડ્યો છે. જે ખરેખર તેમની સાથે અન્યાય થયો છે. વર્ષો થી નોન ટેકિનકલ કર્મચારીઓ એક યુંજીયન ના હોદ્દેદાર એજ જગ્યા પર પ્રમોશન લઈ ને બેઠા છે, તેઓ ની ટ્રાન્સફર પણ કરવામાં આવતી નથી. જ્યારે ટેકનિકલ કર્મચારીઓને પ્રમોશન માં ફરજિયાત ટ્રાન્સફર કરવા માં આવે છે આમ એક યુનિયન અનફેર લેબર પ્રેક્ટિસ કરાવે છે. એક ગુના માટે મહિલા કર્મચારીની બદલી કરવામાં આવી હતી. પરંતુ, આ મહિલા કર્મચારી યુનિયન દબાણ હોવાથી બદલી રદ્દ કરવા માં આવી હતી. યુનિયન ના સભ્ય અને હોદ્દેદાર ને પ્રમોશન માં તેની મનગમતી સ્થળ પર પોસ્ટિંગ માટે અન્ય કર્મચારીઓને હેરાન કરી બદલી કરવામાં આવે છે. આમ, મેનેજમેન્ટ દ્વારા તમામ નીતિ નિયમો નેવે મુકીને વારંવાર એક યુનિયનની તરફેણ કરી નિર્દોષ કર્મચારીઓને અન્યાય કરવાની નીતિ સામે ગુજરાત વિધુત ટેકનીકલ કર્મચારી મંડળદ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ઉપરોક્ત જણાવેલ મુદ્દાઓ અન્વયે મેનેજમેન્ટ દ્વારા સંતોષકારક કાર્યવાહી કરવામાં નહી આવે તો નાછુટકે તેઓને હડતાલ ઉપર જવાની ફરજ પડશે અને જેના લીધે જાહેર જનતાને જે કોઈ અગવડ પડશે તેની સંપૂર્ણ જવાબદારી એમજીવીસીએલના મેનેજમેન્ટની રહેશે.

Most Popular

To Top