Dahod

સંજેલી: માતાએ બે વર્ષની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત


પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

.

સંજેલી તાલુકાના મોલી પતેલા ગામે ચાર બાળકની માતાએ અગમ્ય કારણોસર 2 વર્ષની પુત્રી સાથે કુવામાં મોતની છલાંગ લગાવી હતી. જેમાં માતા પુત્રી બન્નેના મોત નિપજ્યા હતા. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કુવામાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. જ્યારે ચાર પાંચ કલાકની ભારે જહેમત બાદ માતાનો મૃતદેહ કુવામાંથી બહાર કઢાયો હતો.

સંજેલી તાલુકાના મોલી ડુંગર નજીક પતેલા ગામે રહેતા સવિતાબેન ચેતનભાઈ સંગાડાના પરિવારના સભ્યો રવિવારે બપોરના બારેક વાગ્યાના અરસામાં ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. તે દરમિયાન આ તક્નો લાભ લઈ ચાર બાળકોની માતા સવિતાબેને કોઈ અગમ્ય કારણોસર ઘરથી થોડે દૂર અવાવરુ કુવામાં પોતાની 2 વર્ષની પુત્રી સાથે ઝંપલાવ્યું હતું. કૂવામાં કોઈ પડ્યો હોય તેવી વાયુવેગે વાત પ્રસરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક શોધ ખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ભારે જેહમત બાદ બાળકીનો માતાનો મૃતદેહ કુવામાંથી બહાર કઢાયો હતો. Lકુવામાં પાણી વધુ હોવાથી માતા કૂવામાં છે કે નહીં તેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ત્રણ ચાર કલાક વિત્યા છતાં પણ માતાની લાશ મળી આવી ન હતી. માતાની લાશ શોધવા માટે ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમને બોલાવી હતી. સાંજ પડતા જ બિલાડી અને તરવૈયાની મદદથી માતાનો મુદ્દે મળી આવ્યો હતો. માતા અને પુત્રી કુવામાં પડીને મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું માતમ છવાયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top