Dahod

સંજેલી ના 100થી વધારે ઘરમાં કૂવાનું ગંદુ પાણી વિતરણ થાય છે

સંજેલી નવા બસ સ્ટેશન પાસેના કુવાનું પાણી કેટલા અંશે સ્થાનિકોને પીવા કે વાપરવા માટે યોગ્ય !

અશુદ્ધ પાણી રોગો નું ઘર કરે અને મોટી કોઈ બીમારીઓમાં રહીશો સપડાય તે પહેલા સમસ્યાનું નિરાકરણ થાય તેવી સ્થાનિક રહીશો ની માંગ

આ કુવાનું સો કરતા પણ વધારે ઘરોમાં રોજે રોજ પાણી આવતું હોવાથી રહીશોની રજૂઆત .

જેમની પાસે રૂપિયા છે તે તો વેચાતું પાણી પણ ખરીદી અને પોતાનું પીવાનું તેમજ ઘર ગુજરાન ખર્ચો ચલાવતા હોય છે પરંતુ આ મધ્યમ વર્ગ ગરીબ લોકો માટે રોજેરોજ માટેના વેચાતું લઈને પાણીના રૂપિયા લાવવા ક્યાંથી તે પણ એક પ્રશ્નાર્થ.



સંજેલી તાલુકા મુખ્ય મથક આવેલ ભાટોડ ફળિયું , મીલ વાળી ચાલી ગલી સહિતના વિસ્તારોમાં સ્થાનિક રહીશો રોજબરોજ વપરાશ તેમજ પીવાના પાણી માટે હેરાન પરેશાન થતા હોય તેવી બુમો ઉઠવા પામી હતી . જાણવા મળતી માહિતી મુજબ સંજેલી ખાતે વિવિધ વિસ્તારોમાં વિવિધ કુવાઓ માંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારે સંજેલી નગરના નવા બસ સ્ટેશન પાસે આવેલા કુવામાં ગંદકી તથા સાફ-સફાઈનો અભાવ જોવા મળતા સ્થાનિકોમા રોષ જોવા મળ્યો હતો . સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કુવાની આસપાસ બાવળ સહિતના ઝાડવા આવેલા છે .તેનો કચરો બધો જ કૂવામાં પડે છે અને રોજબરોજ વપરાશ માટે આ જ કુવાનું પાણી વિવિધ વિસ્તારોમાં આપવામાં આવે છે. ત્યારે આ પાણીનો ઉપયોગ કરતા રોગચાળાનો તો ભય રહે છે પરંતુ આ પાણીને પીવા વાપરવું કે વપરાશમાં તે પણ વિચારવા માટે લોકો મજબૂર બન્યા હતા. કૂવાની અંદર કચરા સહિત પાણીમાં લીલ જામી ગઈ છે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જે પાણીને વપરાશમાં લેતા ચામડી ના રોગો થઈ શકે તે શક્યતાને પણ નકારી શકાય તેમ ના હોય . આવી સમસ્યા બાબતે વહેલી તકે જવાબદારો દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને સ્થાનિકોને શુદ્ધ પાણી મળી રહે તેવી સંજેલી નગરના સ્થાનિકોની માંગ ઉઠવા પામી હતી.



( કપિલ સાધુ , સંજેલી. )

Most Popular

To Top