
સંજેલી: સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષ પહેલા થયેલા અપહરણના ગુનામાં ભોગ બનનારા ને આરોપી બંનેને દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા. 2012 માં સંજેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભોગ બનનાર મહિલાની શોધ માટે ટેકનીકલ એનાલિસિસનો સહારો લેવામાં આવ્યો હતો. ભોગ બનનાર અને આરોપી બંને સાણંદ વિસ્તારમાં રહેતા હોવાનું ખુલ્યું હતું .
એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ગામેતીના સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર જે ગામીત અને મહિલા પોલીસ સાથેની ટીમ સાણંદ મોકલવામાં આવી હતી. ત્યાંથી આરોપી ઉમેદ ઉર્ફે ઉત્તમ ઉર્ફે ઉમેશ નરવતસિંહ રાવત અને ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા હતા. આરોપી મૂળ સંજેલી તાલુકાના જુસ્સા નો રહેવાસી છે. હાલ સાણંદના એક વિસ્તારમાં રહી અને ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ 366 , 494 અને 54 મુજબ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સંજેલી પોલીસ સ્ટેશને આરોપીને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી .
