Dahod

સંજેલી તાલુકાના કરંબા ગામેથી ૧૫ વર્ષિય સગીરાનુ અપહરણ

દાહોદ તા.૨૮ વિનોદ પંચાલ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામેથી એક ૧૫ વર્ષિય સગીરાને એક યુવકે પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ઝાલોદના દાતગઢ ગામે રહેતો અક્ષયભાઈ અમલેશભાઈ મુનિયાએ ગત તા.૨૬મી એપ્રિલના રોજ સંજેલી તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષિય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂ અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————

Most Popular

To Top