વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પર પસાર થવા મજબૂર બન્યા.
કદવાળ ટીટોડી નદી ઓવરફ્લો થતાં 108 એમ્બ્યુલન્સ, st બસ અને પ્રાઇવેટ વાહનોની અવરજવર બંધ.
કદવાળ ટીટોડી નદી પર બંને કાંઠે વહેતી ઓવરફ્લો નદી પર વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા.સંજેલી થી ઝાલોદ જવાના માર્ગ પર કુંડાનદી તેમજ કદવાળ નદી પર વાહન વ્યવહાર તેમજ સ્થાનિક લોકો સહિત શાળામાં જતા વિદ્યાર્થીઓ ને વર્ષોથી એક જ સમસ્યા છતાવી રહી છે ચોમાસુ આવે એટલે આ નદીના નાળા ઓવર ફ્લો થઈ જતા હોય છે.સંજેલી થી ઝાલોદ જવાના મુખ્ય એક જ રસ્તો છે આ અવરજવર કરવાનાં માર્ગ પર 3 જેટલી નદીના નાળા આવેલા છે જે જમીન લેવલ સાકડા અને નાના છે તે નાળા પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી લોકોની માં ઉઠવા પામી છે.દાહોદ જિલ્લા સહિત તાલુકામાં 4 દિવસથી કાળા ધીમ વાદળો સંતાકૂકડી ને જેમ ઝરમર ઝરમર વરસાદ વરસી ગાયબ થઈ જતો હોય છે અને આજરોજ વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ પડતા અચાનક જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વાતાવરણમાં પલટો જોવા મળિયો સંજેલી થી ઝાલોદ જવાના મુખ્ય માર્ગ પર જ કદવાળ ગામની ટીટોડી નદી બંને કાંઠે વહેંતી થઈ 108 એમ્બ્યુલન્સ સહિત એસટી બસ પ્રાઇવેટ વાહનો સહિતના વાહન વ્યવહાર ખોરવાયો. દાહોદ જિલ્લાના ઝાલોદના કદવાળ કુંડા સંજેલી ઇટાડી વાસીયા સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા.સંજેલી થી ઝાલોદ જવાના માર્ગ તેમજ જેતપુર ઝાલોદ જવાના માર્ગ પર વધુ વરસાદ તૂટી પડવાથી નદી ઓવરફ્લો થતા બંને કાંઠે નદી વહેતી થઈ જેમાં વિદ્યાર્થીઓ અને બાળકો સહીત વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો બે કલાક બાદ વરસાદે વિરામ લેતા પાણીનો પ્રવાહ ઓછો થતાં વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો.