Dahod

એક તરફ તંત્ર ઘરની બહાર નહિ નીકળવા કહે છે, ત્યારે સંજેલીના લોકો ભરબપોરે પાણી માટે ભટકે છે


*સંજેલીમાં ભરઉનાળે પાણીનો કકળાટ પીવા સહિત ના પાણી માટે પણ વલખા મારતી પ્રજા* .

*સંજેલી પંચાયતમાં નલ સે જલ યોજનાની અધુરી કામગીરી સામે અનેક સવાલો સુવિધા આપવાને બદલે ધુવિધા આપતું તંત્ર.*

*સંજેલી નગરમાં ફક્તનળ નળ નળ જ જોવા મળે છે પણ પાણી માટે ગ્રામજનોમાં કકળાટ.*


દાહોદ: સંજેલી ની પ્રજા પાણી માટે પોકાર પાડતી નજરે પડે છે. ભર ઉનાળે ગરમીમાં ગ્રામજનો પાણીની રાહ જોતા જોતા આંખોમાં પણ પાણી આવી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સંજેલી પંચાયત તંત્ર પ્રાથમિક સુવિધા આપવાને બદલે ધુવિધા આપતું હોય તેવું જોવાઈ રહ્યું છે.
6877 જેટલી વસ્તી ધરાવતું સંજેલી ગામ છે. સંજેલી પંચાયતની બેદરકારીના અને નિષ્કાળજીના કારણે લોકોને વેચાતું પાણી લેવા માટે મજબૂર બનવું પડ્યું છે. સંજેલી નગરમાં જલસે નળ યોજનામા લાખો રૂપિયા ખર્ચ કરાયા છતાં પણ યોજના ફારસરૂપ બની છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલા ટેન્કરો પણ ગાયબ કે પછી ભાડે ફરે છે,n તેવા અનેક સવાલો સંજેલી નગરમાં ચર્ચાઈ રહ્યા છે. એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ઘરની બહાર કામ વગર ના નીકળવાની સલાહ આપતું તંત્ર અને બીજી બાજુ પાણીના અભાવના કારણે દૂર દૂર સુધી કુવા પર જવા મજબૂર છે. પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે. ચામડી ફળિયુ,મસ્જિદ રોડ માંડલી રોડ, પંચાલ ફળિયુ, ઝાલોદ રોડ, હોળી ચકલા,ઠાકોર ફળીયુ,રાજમહેલ સહિતના અનેક વિસ્તારોમાં નળ સે જલ દ્વારા પાણી પહોંચાડવામાં આવતું નથી. લોકોને ટેન્કરના ભરોસે પાણી માટે રાહ જોવી પડતી હોય છે. આ તો કેવા દિવસો આવ્યા રૂપિયા ખર્ચીને પણ પાણી માટે પડા પડી કરવી પડે છે. પાણીની સુવિધા ના અભાવે ગ્રામજનો ટેન્કરના સહારે. ભર ઉનાળે પાણી માટે ફાફા મારી રહ્યા છે. સંજેલી નગરના દરરોજ 100 થી 200 રૂપિયાનું પાણી વેચાતું લેવાનો વારો આવ્યો છે. વહેલી તકે તંત્ર દ્વારા ટેન્કરો મૂકી ગ્રામજનોને પાણી પહોંચાડે તેવી માંગો ઉઠવા પામી છે.

Most Popular

To Top