સંજેલી:
સંજેલી નજીક બે એસટી બસ વચ્ચે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વરસાદી વાતાવરણને પગલે વિઝીબલ્ટી ઓછી અકસ્માત થયાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
સંજેલીના વાંસીયા ગામે સંજેલીથી ઝાલોદ તરફ જતી અને ઝાલોદ થઈ સંજેલી તરફ જતી બે બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમા એસટી બસને નુકસાન થયું હતું.
અકસ્માત મા બન્ને એસટી બસના ડ્રાયવર ને સામાન્ય ઈજા થતા સારવાર અર્થે ખસેડાયા હતા. લુણાવાડા બસ તેમજ ભુજ બસને અકસ્માતની ઘટના બની હતી.
બસ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ડ્રાઇવર ને પ્રાથમિક સારવાર અર્થે 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા.જોકે બસ અકસ્માત ચોક્કસ કયા કારણોસર થયો તે તો તપાસને અંતે બહાર આવી શકશે. સદભાગ્યે મોટી જાનહાની ટળી છે.