તલાટી કમ મંત્રી દ્વારા ત્રણેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
દાહોદ તા.૧૩ વિનોદ પંચાલ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઈટાડી ગામે સ્મશાનની ખરાબાવાળી સરકારી જમીનમાં ગામમાં રહેતાં ત્રણ ઈસમોએ ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનો બાંધી દેતાં આ અંગેની જાણ ગામના તલાટી કમ મંત્રીને થતાં તલાટી દ્વારા ત્રણેય ઈસમો વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હોવાનું જાણવા મળે છે.
સંજેલીના ઈટાડી ગામે રહેતાં દિનેશભાઈ બીજીયાભાઈ ગણાસવા, મનસુખભાઈ સોમાભાઈ ગણાસવા અને મોતીભાઈ સોમાભાઈ ગણાસવાએ ઈટાડી ગામે સ્મશાનના ખરાબાવાળી સરકારી જમીન જેનો ખાતા નંબર-૧૪૫ જેનો જુનો સર્વે નંબર-૪૧૮ તથા નવો સર્વે નંબર-૧૫માં આવેલો સ્મશાનનો ખરાબો જેનું ફેત્રફળ-હે-આરે-ટોયમીય ૧-૧૮-૬૧વાળી જમીનમાં દિનેશભાઈએ મકાન બનાવી, ૦-૦૧-૮૪ હે.આરે.ચોમી ક્ષેત્રફળનું તથા મનસુખભાઈએ મકાન બનાવી, મોતીભાઈએ ૦-૦૧-૧૪ તથા ૦-૦૦-૭૯ હે.આર.ચોમી ક્ષેત્રફળનું તથા દબાણ કરી તેમજ કુલ ૦-૧૮-૪૯ હે.આર.ચોમી ક્ષેત્રફળનો ઉપરોક્ત ત્રણેય ઈસમોએ કબજાે કરી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દબાણ કરી જમીન પચાવી પાડતાં આ સંબંધે ઈટાડી ગામના તલાટી કમ મંત્રી રેખાબેન હીરાભાઈ રાવતે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————————