Vadodara

સંજયનગર આવાસ યોજનામાં ગરીબોના હકો માટે કોંગ્રેસનો સંઘર્ષ

આવાસ યોજના રાજ્ય સરકાર અથવા પાલિકા દ્વારા પૂર્ણ કરવા માંગ

ગરીબોને ન તો ઘર મળ્યા છે, ન તો નિયમિત ભાડા ચૂકવવામાં આવ્યા

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સંજયનગર આવાસ યોજના અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ શરૂ કરવામાં આવી હતી, જેમાં વડોદરાની વારસીયા સંજયનગર વસાહતમાં Slum Rehabilitation & Re-Development માટે નારાયણ રીયાલીટી પ્રા.લી.ને ટેન્ડર અપાયું હતું. આ પ્રોજેક્ટ વિરુદ્ધ વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટમાં PIL દાખલ થઈ હતી, જેના પગલે 21 માર્ચ 2018ના રોજ કોન્ટ્રાક્ટમાં ગડબડી હોવાથી કોર્ટે પ્રોજેક્ટ પર સ્ટે લગાવ્યો હતો. 2018માં, કોર્ટે પાલિકાને ઈન્ટરીમ રિલીફ આપતાં કહ્યું હતું કે જો યોગ્ય લાગે તો કામ ચાલુ કરી શકાય. પાલિકાએ પોતાની જવાબદારી લેતા ગરીબોને વિશ્વાસ આપીને પ્રોજેક્ટ ફરીથી શરૂ કર્યો હતો.

કોંગ્રેસે દાવો કર્યો છે કે આ પ્રોજેક્ટમાં સતત ગેરવ્યવસ્થાઓ ચાલી રહી છે, અને અનેક નિર્દોષ કુટુંબો ભોગ બની રહ્યા છે. ટેન્ડર પ્રમાણે 18 મહિનામાં આવાસો તૈયાર કરવાના હતા, પણ આજે વર્ષો વીતી ગયા છતાં ઘરો હજી બાકી છે. ગરીબોને ન તો ઘરો મળ્યા છે, ન તો નિયમિત ભાડા ચૂકવવામાં આવ્યા છે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓ રજૂ કરતાં માંગ કરી છે કે, બાકી રહેલ ભાડાની રકમ તાત્કાલિક ચૂકવવી, આવાસ યોજના રાજ્ય સરકાર અથવા પાલિકા દ્વારા પૂર્ણ કરવી, નારાયણ રીયાલીટી પ્રા.લી.નો ઈજારો રદ કરી બ્લેકલિસ્ટ કરવો અને WAPCOS LTD દ્વારા કરાયેલા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જાહેર કરવો સહિતની પોતાની માંગ પાલિકા સમક્ષ રાખી છે.

Most Popular

To Top