Vadodara

સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર આપ્યું..

સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર સમિતિ દ્વારા શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના પાઠના વિરોધ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતેઆવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

ગુજરાતી પાઠ્યક્રમભા ભગવદ ગીતાના પાઠને સરકારે સામેલ કરતા કેટલાક તત્વો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે

શ્રીમદ ભગવદ ગીતાના પાઠને અભ્યાસક્રમમાં સામેલ કરવાના વિરોધ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ કરાવવામાં આવે છે જેનાથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો પાઠ શીખવા મળે છે.

મૂખ્ય શિક્ષણની સાથે વિધ્યાર્થીઓ નૈતિક મૂલ્યો અને સિધ્ધાંતો જાણે અને વિશ્વમાં માનવ તરીકે માનવતાની રક્ષા થઈ શકે તેવા ઉમદા હેતુથી રાજયભરની ગુજરાતી શાળાઓમાં અભ્યાસ ક્રમમાં શ્રીમદ્દ ભગવદ્ ગીતાના જ્ઞાનનો સમાવેશ કરવામાં આવેલ હોઇ જે હાલ તમામ વિધ્યાર્થીઓના સુંદર અને તેજસ્વી ભવિષ્ય માટે અલૌકિક મહત્વપૂર્ણ છે. વિશેષ તરીકે શાળાના વિધ્યાર્થીઓ માટે પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય.જેથી ભવિષ્ય પ્રબુધ્ધ અને શક્તીશાળી ભારત માટે અત્યંત અનિવાર્ય છે. જે હિન્દુ જાગરણ પ્રેરીત “સંઘર્ષ સમિતિ-વડોદરા મહાનગર* દ્વારા રાજ્ય સરકારની આ શિક્ષણ નીતિ ની પ્રશંસનીય કાર્ય ને પૂર્ણ સમર્થન કરે છે
પરંતુ કેટલાક લોકો અને તેઓનાં સમૂહ દ્વારા આ અભ્યાસ ક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણીત કરે છે કે તેઓને ગીતા ના સામન્ય ઉદેશ્યનું જ્ઞાન સુદ્ધાં નથી અથવા માનવતાની રક્ષા વિષે ચિંતિત નથી. એકમાત્ર તેઓનો વ્યકિતગત સ્વાર્થ અથવા તુષ્ટિકરણની નીતિ હોઇ શકે તેમ સ્પષ્ટપણે માની શકાય છે જેને સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના જીવનમૂલ્યોના પાઠ દેશ નિષ્ઠાથી સુરક્ષિત જીવન વ્યતીત કરતા તમામ માનવ માત્ર ને સમાન રૂપે લાગુ પડે છે સત્ય-નિષ્ઠા-ન્યાય-પ્રામાણિકતા નું પ્રતિક સમાન કોઇપણ ભેદભાવ વિના તમામ છાત્રો ને ભણાવવામાં આવે અને કોઇપણ વિરોધ થી વિચલિત થયા વગર ચાલુ જ રાખવાં જોઈએ એવો સઘર્ષ સમિતિ- વડોદરા મહાનગર” દ્વારા આગ્રહ કરી વડોદરા શહેર/જિલ્લા કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

Most Popular

To Top