અંતેલાં પગાર કેન્દ્ર શાળા,તા – દેવગઢ બારીયા,જિ-દાહોદ નું ગૌરવ એવી બાળ કલાકાર તેજશ્વરી યોગેશભાઈ રાવતનું મૂળ વતન અંતેલા છે.અંતેલા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં તે ધોરણ-4 માં અભ્યાસ કરે છે.કું તેજશ્વરી રાવત જ્યારે ધોરણ -3 માં અભ્યાસ કરતી હતી ત્યારે પ્રથમવાર તેણે ” મોદીજી ગુજરાતી,ગાંધીજી ગુજરાતી” નામનું ગીત ગાયું હતું. રાવત તેજશ્વરીએ આ વર્ષે પ્રથમવાર સરકારના બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટેના નુત્તન અભિગમ “કલા મહાકુંભ” જેવી મહત્વની સ્પર્ધામાં બાળકોની પ્રતિભાને બહાર લાવનારા કાર્યક્રમમાં રાવત તેજશ્વરી એ શાળા કક્ષાએ પ્રથમ,દેવગઢ બારીયા તાલુકા કક્ષાએ પ્રથમ,દાહોદ જિલ્લા કક્ષાએ પ્રથમ,તેમજ ઝોન કક્ષાએ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ સ્પર્ધામાં પણ રાજ્ય કક્ષાએ તૃતિય નંબર પ્રાપ્ત કરી સંગીતની દુનિયામાં નામ રોશન કર્યું છે.
તા-19/03/2025 નાં રોજ રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં પણ પોતાની આવડતથી તમામ નિર્ણાયકો અને શ્રોતાગણને તાળીઓના ગડગડાટે અને ગીત ગાવું અને સાથે હાર્મોનિયમ વગાડતી 09 વર્ષની તેજશ્વરીની કલા અદભૂત હતી.તેજશ્વરીએ ખરેખર ગામ,શાળા,તાલુકો,જિલ્લો,સમાજ તથા પોતાના ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.સંગીત ક્ષેત્રે અભૂતપૂર્વ સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ શિક્ષણ વિભાગ તથા સમસ્ત કોળી સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
