એક મહિનાથી લારી હટાવવા બાબતે શાહિદ શાહરુખખાન સાથે ઝઘડો કરતો હતો પરંતુ શાહરૂખખાને પોતાની લારી હટાવી ન હતી
(પ્રતિનિધિ) વડોદરા તા.16
સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઇન્દ્રપુરી હોસ્પિટલ પાસે મધરાત્રીએ એક લારી ધારક ઉપર લારી નહીં લગાવવા બાબતે હિંસક હુમલો કરી ઇજા પહોંચાડી હતી.જેથી તેને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો
જ્યાં મુસ્લિમ સમાજના લોકો એકત્ર થઈ ગયા હતા.આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફિરોજાબાદ જિલ્લાના વતની અને હાલમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગર હાથીખાના વિસ્તારમાં રહેતો શાહરુખખાન ઇશારખાન પઠાણ છેલ્લા એક વર્ષથી રહે છે અને હરણી વારસિયા રીંગ રોડ પર ઇન્દ્રપુરી હોસ્પિટલ સામે ફ્રૂટની લારી ચલાવે છે શાહરુખખાન સવારે અગિયાર વાગ્યે લારી લગાવે છે અને રાત્રે નવ વાગ્યે બંધ કરે છે તેની અહી રોશનનગર, કારેલીબાગમાં રહેતા શાહિદ નવીન હસન પઠાણ છેલ્લા એક માસથી ફ્રૂટની લારી લગાવવા બાબતે ઝઘડો કરતો હતો પરંતુ શાહરુખખાને પોતાની લારી હટાવી ન હતી જેથી શાહિદે બે દિવસ અગાઉ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ગત તા.15માર્ચના રોજ શાહરુખખાન રાત્રે આઠેક વાગ્યે લારી બંધ કરીને રૂમ પર જતો હતો તે દરમિયાન શાહિદ નવીન હસન પઠાણે પાછળથી આવીને લોખંડના એગલથી બે થી ત્રણ ઘા મારતાં શાહરુખખાન નીચે પડી ગયો હતો અને તેને લોહી નિકળવા લાગ્યું હતું જેથી શાહિદ ભાગી ગયો હતો દરમિયાન કોઇએ ઇજાગ્રસ્ત શાહરુખખાન ને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન શાહરુખખાને સમગ્ર મામલે શાહિદ પઠાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા વારસિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
