Madhya Gujarat

સંખેડાના હરિભકતોની લંપટ સાધુઓ સામે પગલાં લેવાની માગ

સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાય,વડતાલ હરિભક્તો દ્વારા સાધુઓ દ્વારા કરાતા વ્યભિચારને લઇને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરી છે.


થોડા દિવસો પહેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સામે વ્યાભિચારના આરોપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઇને સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠાને હાની પહોંચી હતી.જેને લઇને હરિભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.


ત્યારે સંખેડા પંથકના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા આજે સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે અને સ્વામિનારાયણ ભગવાનની આવ્યા મુજબ સ્ત્રી અને ધનનો ત્યાગ કરવાનો હોય છે તેમ છતાં સાધુઓ દ્વારા ભગવાનની આજ્ઞાથી બહાર જઈને સંપ્રદાયને કલંક લાગે તેવા વ્યાભિચાર ના કૃત્યો તથા નોટો છાપવી તથા બેનામી મિલકતો લેવી જેવા સંપ્રદાયના સિદ્ધાંત વિરૂદ્ધ કૃત્યો કરે છે.ઉપરાંત સાધુઓ પોતે ગુરુકુલો સ્થાપીને પોતાની આગવી સંપત્તિ ઊભી કરે છે.


આવા સાધુઓના કૃત્યોને કારણે સંપ્રદાયના આશ્રિત ભક્તોને સામાજમાં નીચું જોવાનું થાય છે. આવા સાધુઓ સામે વડતાલ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

જેથી સંખેડા સ્વામિનારાયણ સંપ્રદાયના,વડતાલ સાથે જોડાયેલા હરિભક્તોએ આજરોજ મોટી સંખ્યામાં ભેગા થઈને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપી આવા તત્વો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

Most Popular

To Top