જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કેન્દ્રો બંધને લઇ ICDS વિભાગ પર શુ કાર્યવાહી કરવામાં આવશે?
2 મહિના અગાઉ જિલ્લા કક્ષાનો વાનગીસ્પર્ધાનો પ્રોગ્રામમાં આંગણવાડી કેન્દ્રો પર ખંભાતી તાળા લાગ્યા..ફરી 26 ના રોજ આંગણવાડી ઉપર ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા..
દાહોદ,: સંજેલી તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર ખંભાતી તાળા લટકતા કોંગ્રેસના કાર્યકર જયેશ સંગાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરતા આઇસીડીએસ વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. એકવાર નહીં પણ બે બે વાર આંગણવાડી કેન્દ્ર બંધ રાખતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બાયો ચડાવી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન સુપ્રત કર્યું હતું.
ક્યાં સુધી આ સંજેલી તાલુકાની આંગણવાડી ઉપર લાલિયાવાડી ચાલશે? આવનારા સમયમાં હજી પણ આંગણવાડી કેન્દ્ર પર મોટા અને ખોટા કામો બહાર પડવાની અટકળો સેવાઈ રહી છે. આ બાબતે icds ના સુપરવાઇઝર, સીડીપીઓનો હાથ હોય તેવી પણ નગરમા ચર્ચાએ જોર પકડ્યું છે.
સંજેલી,ચમારીયા,પ્રતાપુરા,પીછોડા,
વલુડા,જીતપુરા, તારકડામહુડી,માંડલી,નેનકી, કલ્યાણપુરા,વાણીયાઘાતી સહિતના ઢગલાબંધ ગામોમાં આંગણવાડી કેન્દ્ર બંધ રહેતા નાના ભૂલકાઓ નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. નાના ભૂલકાઓ નાસ્તા માટે બુમો પાડતા રહ્યા પણ આઇસીડીએસ વિભાગ દાહોદ રવાના થઇ ગયુ..
સંજેલી તાલુકાના આઈસીડીએસ વિભાગના અધિકારીઓ સરકારના નિયમો અને પરિપત્રને પણ અવગણીને તાલુકાની 137 વર્કર બહેનોને પીએમના પ્રોગ્રામમાં દાહોદ મોકલી દેતા આંગણવાડી કેન્દ્ર ઉપર ખંભાતી તાળા લાગ્યા હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી વિરોધ કરવામાં આવ્યો.
શું આંગણવાડી કેન્દ્ર કોને પૂછી ને ખંભાતી તાળા માર્યા? શું જિલ્લા કક્ષાએથી આંગણવાડી બંધ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો કે કેમ? શું સંજેલી તાલુકામાં આવી જ લાલિયા વાડી ચાલે છે? આ બાબતે જિલ્લા કક્ષાએથી સીડીપીઓ પર શું એક્શન લેવામાં આવશે? સરકાર દ્વારા નાના ભૂલકાઓને કુપોષણમાંથી મુક્ત કરવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પરંતુ સંજેલીના icds વિભાગના અધિકારીઓ એકવાર નહીં પણ બે બે વખત તાલુકાની આંગણવાડીઓ પર ખંભાતી તાળા લાગ્યા છતાં જવાબદાર અધિકારીઓ બિન્દાસ.. શું આ વાત જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને ખબર છે કે કેમ?
સંજેલી તાલુકાના મોટાભાગના નંદઘર બંધ રાખી પીએમના પ્રોગ્રામમાં જતા બાળકો ભૂખ્યા રહ્યા સવારથી બપોર સુધી નાના ભૂલકાઓ નાસ્તા માટે પોકાર પાડતા રહ્યા પરંતુ આઈસીડીએસ વિભાગના કર્મચારીઓ સુપરવાઇઝર વર્કરો દાહોદ પ્રોગ્રામ માં તો નાના ભૂલકાઓનું કોણ સાંભળે જેવા તાલુકામાં ઠેર ઠેર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે..
સંજેલી તાલુકામાં આંગણવાડીઓમાં લાલિયાવાડી મુખ્ય સેવિકા અને સીડીપીઓની બેદરકારી સામે શું પગલાં લેવામાં આવશે?સંજેલી icds ની મુખ્ય સેવિકા દ્વારા આંગણવાડી વર્કરોને દાહોદ પીએમ ના પ્રોગ્રામ માં મોકલતા ઢગલાબંધ આંગણવાડીઓ બંધને લઈ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવી ખુલાસો માંગતા તાલુકામાં ખડબડાટ મચી જવા પામ્યો છે..
સંજેલી આઇસીડીએસ વિભાગની બેદરકારીના કારણે ઢગલાબંધ આંગણવાડીઓ ઉપર તાળા લટકતા જોવા મળ્યા. નાના બાળકો બપોર સુધી ભૂખ્યા રહ્યા અને બુમો પાડવા છતાં બાળકોને જમવાનું ના મળ્યું.