વડોદરા:
તારીખ ૧૩ મે નારોજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા તેમજ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ૬૯મો જન્મદિવસ હતો. આ નિમિતે આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવાર દ્વારા માનવસેવાના હેતુથી રવિવાર – ૧૮ મે ના રોજ આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો દ્વારા રેસકોર્સ સર્કલ (આંબેડકર સર્કલ) ખાતે લોકો ને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી નિઃશુલ્ક છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પક્ષીઓ ને પણ આ ગરમી અને લૂ થી રાહત મળી રહે અને પક્ષીઓ માટે પીવાના પાણી ની વ્યવસ્થા થઈ શકે તે હેતુ થી આર્ટ ઓફ લિવિંગ દ્વારા ૩૦૦ જેટલા માટીના પાણીના કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.