શહેરમાં બુધવારે આઠ જ કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેમાં અનેક લોકોન મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ભરાઇ જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો તેમાંય ખાસ કરીને રોજનું લાવી રોજ ખાનારા શ્રમિક અને ઝૂંપડીમાં રહેનાર લોકોની હાલત વધુ કફોડી બની હતી કેમકે રાશન પાણી બધું જ નષ્ટ થઇ જતા રસોઇ બનાવવાની પણ તકલીફ સર્જાઇ હતી ત્યારે શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા અધ્યક્ષ રાજેશભાઇ પાઠકની અધ્યક્ષતામાં બુધવારે તથા ગુરુવારે ગોરવા વિસ્તારમાં આવેલા શ્રમજીવીઓના વિસ્તારોમાં જ ઇ ભોજનની સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે
શ્રી કૃષ્ણમ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ રાજેશભાઇ પાઠક, ઉદ્યોગપતિ અનિલ મિશ્રા, એચ.એન.શુક્લા, સુરેન્દ્ર ગિરી,સરોજ જહા,દક્ષેશ એન્જિનિયરિંગના દક્ષેશ પાઠક, સર્વેશ મિશ્રા, એ.કે.તિવારી અને આનંદ શુકલા તથા દેવેન્દ્ર ઉપાધ્યાય સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી કૃષ્ણમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગોરવા વિસ્તારમાં પુરપિડીતોને નિ:શુલ્ક ભોજનની સેવાઓ આપાઈ…
By
Posted on