Vadodara

શ્રી કૃષ્ણના જન્મોત્સવને ઉજવવાનો થનગાટ શહેરના બજારોમાં જોવા મળી રહ્યો છે..

કૃષ્ણ જન્માષ્ટમીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વાઘા, મુગટ, શૃંગાર, ઝૂલા વિગેરેનું વેચાણ શરૂ થઈ ગયું

બજારમાં મોરપીંછ, વાંસળી, અવનવા હિંડોળા, માળાઓ, કાનના કુંડળનું વેચાણ પૂરજોશમાં..

હિન્દુ ધર્મમાં ભગવાનશ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. દેશ દુનિયામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે.હિંદુ કેલેન્ડર મુજબ, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રી કૃષ્ણે અવતાર લીધો હતો.
આ દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશ અને દુનિયાભરમાં ખૂબ જ ધામધૂમથી, ધાર્મિક અને હર્ષોલ્લાસના વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવે છે.ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ખાસ કરીને મથુરા અને વૃંદાવન તથા ઇસ્કોન મંદિરોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે મથુરા-વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ સુધી મનાવવામાં આવશે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર શ્રી કૃષ્ણનો જન્મ 5251 વર્ષ પહેલા થયો હતો. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલ મથુરામાં તેમનો જન્મ થયો હતો. આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 03:39 વાગ્યે શરૂ થાય છે અને 27 ઓગસ્ટના રોજ સવારે 02:19 વાગ્યે સમાપ્ત થાય છે. 26 ઓગસ્ટની મધ્યરાત્રિએ મથુરામાં શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે રાત્રે 12 વાગ્યે ઉપવાસ કરીને જન્મજયંતિ ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા નું મુકુટ, આંખો, કૃષ્ણ ભગવાનના પારણા,વાંસળી, મુગટ, કુંડળ સહિત ભગવાનનો શણગાર બજારોમાં જોવા મળ્યા હતા વડોદરાવાસીઓમા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ઉજવવાનો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top