Vadodara

શ્રીજીની આગમન યાત્રા પર ઇંડા ફેંકનાર માફિયા ગેંગ ગ્રૂપના વધુ બે સાગરીતોને પોલીસ ઉઠાવી લાવી

ઇંડા ફેંકવાનો પ્લાન બનાવવામાં આઠ લોકો સામે હોવાનું જાણવા મળ્યું, બંનેની પૂછપરછ

શાહનવાઝ અને સુફિયાનના રિમાન્ડ દરમિયાન બહાર આવેલી વિગતો, બાકીના ત્રણ પણ હાથ વેંતમાં

પ્રતિનિધિ વડોદરા તા.28
સિટી પોલીસ સ્ટેશન પાસે શ્રીજીની આગમન યાત્રા પર ઇંડા ફેકનાર બે આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસે માફિયા ગેંગ નામના ગ્રૂપ ચેક કર્યું હતું. જે પૈકી આઠ સભ્યોની આ ઇંકા ફેંકવાની ઘટનામાં સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાંથી વધુ બે આરોપીને પોલીસે શોધી કાઢ્યા છે અને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં બંને આરોપીની પણ ધરપકડ પોલીસે કરી લેશે. જ્યારે અન્ય ત્રણ પણ હાથ વેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરના માંજલપુરમાં આવેલા નિર્મલ યુવક મંડળ દ્વારા કિશનવાડી વિસ્તારમાંથી શ્રીજીની આગમન યાત્રા પાણીગેટ થઇ સિટી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન મદાર માર્કેટ પરથી ભગવાન ગણેશજીની પ્રતિમા પર ઇંડા ફેંકવામાં આવ્યાં હતા. જેના પગલે વાતાવરણ વધુ ડહોળાઇ તે પહેલાજ પોલીસે એક્શનમાં આવીને ગણતરીના કલાકોમાં પણ શાહનવાજ તથા સુફિયાન સહિત એક સગીરને ઝડપી પાડ્યાં હતા. ત્યારે બે આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. જેથી પોલીસે બંને આરોપીની કડકાઇથી પૂછપરછ શરૂ કરી છે. આ ગેંગ દ્વારા સોશિયલ મીડિયા પર એક માફિયા ગેંગ નામનું ગ્રૂપ બનાવ્યું છે. જેથી રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી આ ગ્રૂપના આઠ સભ્યોએ ઇંડા ફેંકવાનું કાવતરુ રચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પોલીસે વધુ બે આરોપીને શોધી કાઢ્યાં છે અને તેમને સિટી પોલીસ સ્ટેશનમાં લાવીને તેમના નિવેદન લેવામાં આવી રહ્યા છે. ઇંડા ફેકવાનો પ્લાન બનાવ્યો હતો. આ કાવતરુ રચવા પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ ઇંડા ફેકવાનો વીડિયો બનાવ્યો હતો ત્યારે આ વીડિયો કયા કયા ગ્રૂપમાં મોકલ્યો હતો તેનો ડેટા મેળવવાની તજવીજ કરાઇ રહી છે.

Most Popular

To Top