નિર્મલ યુવક મંડળની આગમન યાત્રા પર પાંચ જેટલા ઇંડા ફેંકવામાં આવ્યાં હતા
ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓને પકડવા પોલીસ દ્વારા શોધખોળ

પ્રતિનિધિ વડોદરા તા.29
કિશનાવાડી વિસ્તારમાંથી માંજલપુરનું યુવક મંડળ શ્રીજીની આગમન યાત્રા લઇને સિટી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન મદાર માર્કેટની છત પરથી પ્રિપ્લાન મુજબ અસામાજિક તત્વોએ આગમન યાત્રા પર ઇંડા ફેંક્યા હતા. જેમાં પોલીસે કિશોર સહિત ત્રણની ધરપકડ કરી છે જ્યારે વધુ બે સાગરીતોની ગઇ કાલે 28 ઓગષ્ટના રોજ ધરપકડ કરી હતી શુક્વારે તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.
માંજલપુર વિસ્તારમાં આવેલા નિર્મલ યુવક મંડળના યુવકો કિશનવાડીમાંથી શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા લઈ મોડી રાત્રીના સમયે લઇને સિટી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન અગાઉથી પ્રિપ્લાન મુજબ સાતથી આઠ અસામાજિક તત્વોએ દુધવાલા મહોલ્લામાંથી ઇંડા લાવીને મદાર માર્કેટ બિલ્ડીંગના ધાબે મુકી રાખ્યાં હતા. જેવી આગામન યાત્રા પાણીગેટ માંડવી રોડ ઉપરથી પસાર થતી હતી ત્યારે શ્રીજીની પ્રતિમા પર પાંચ ઇંડા ફેકીને શહેરની શાંતિને ડહોળવાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. શહેરમાં વાતાવરણ ન બગડે તેના માટે પોલીસ તુરંત એક્શનમાં આવીને ઇંડા ફેંકનાર બે આરોપીઓ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે શાહનવાઝ તથા સુફિયાનના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં તેઓ રિમાન્ડ પર પોલીસે પૂછપરછ કરતા અન્ય પાંચ જેટલા નામ સામે આવ્યાં હતા. જેમાંથી આ ગુનામાં સંડોવાયેલા અને કાવતરૂ રચવામાં ભાગ ભજવનાર અન્ય આરોપીઓની હ્યુમન રીસોર્સ તેમજ ટેકનીકલ સર્વેલન્સ અને ઓબઝર્વેશનના આધારે તપાસ શરૂ કરાઇ હતી અને જુનેદ ઉર્ફે મોટો મગર હનીફ મલેક તથા જાવીદ ઉર્ફે નાનો મગર હનીફ મલેક બન્ને (રહે.ખાનગાહ મહોલ્લો, માસુમબાવાની દરગાહની ગલીમાં, પહેલો માળ, વડોદરા)ની ધરપકડ કરી લેવામાં આવી હતી. માફિયાગેંગના સામેલ અન્ય અન્ય આરોપીઓ હજુ પકડવાના બાકી હોય સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી ચૌહાણ દ્વારા આરોપી જુનેદ મલેક તથા જાવીદ મલેકની વધુ પૂછપરછ કરવા માટે તેમણે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી દ્વારા કરાઇ હતી. પરંતુ કોર્ટે 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા છે.