વડોદરા: વડોદરા શહેરના કોર્પોરેટર અને સ્થાયી સભ્ય નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુને લેખિત રજૂઆત કરીને શ્રાવણ માસ દરમિયાન બગીચાઓમાં ભક્તિભર્યા ભજનો વગાડવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે વડોદરા શહેરમાં અંદાજે ૧૩૫ જેટલા બગીચા આવેલા છે. જેમાંથી આશરે ૧૩ બગીચાઓમાં મ્યુઝિકલ સિસ્ટમ લાગી છે. તેમાં સયાજીબાગ, સયાજીપુરા બાગ, લાલબાગ, દિપિકા બાગ, ગોત્રી બાગ વગેરે બગીચાઓનો સમાવેશ થાય છે. શ્રાવણ માસ ભોળેનાથની ભક્તિનો પવિત્ર સમય છે. નીતિન દોંગાએ કમિશનરને વિનંતી કરી છે કે આ સમગ્ર માસ દરમિયાન મ્યુઝિકલ બગીચાઓમાં દરરોજ સવારે ૬ થી ૮ અને સાંજે ૫ થી ૭ દરમિયાન ભગવાન શંકરના ભજનો વગાડવામાં આવે. તેમણે ખાસ કરીને ભોલેનાથના વિવિધ ભક્તિમય ગીતો વગાડવા માટે આયોજન કરવા કમિશનરને વિનંતી કરી છે.