આજવા રોડ , પાણીગેટ તથા ખિસકોલી સર્કલ પાસેના જુગાર પર પીસીસીબી તથા અટલાદરા પોલીસની રેડ રૂ.77 હજારનો મુદ્દામાલ કબજે
વડોદરા તારીખ 13
વડોદરા શહેરના આજવા રોડ પાણીગેટ વિસ્તારમાં તથા ખિસકોલી સર્કલ પાસે ચાલતા જુગાર પર પીસીબી તથા અટલાદરા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસને જોઇને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી ત્યારે જેમાં લિસ્ટેડ બુટલેગર સહિતના 19 ખેલી ઝડપાઇ ગયા હતા. પોલીસે રોકડ રકમ અને 7 જેટલા મોબાઇલ મળી 77 હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
શ્રાવણ મહિનાને લઇને વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં શ્રાવણીયો જુગાર રમાઇ રહ્યો છે. ત્યારે ગેરકાયદે ચાલતા જુગાર પર પોલીસ સતત વોચ રાખી રહી હતી. આજવા રોડ પર આવેલા રામદેવનગર -2માં આવેલા રામદેવપીરના મંદિર પાસે ચાલતા જુગાર પર પીસીબી પોલીસે રેડ કરી હતી. જેમાં લિસ્ટેડ બુટલેગર કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણી, ક્રિપાલસિંહ ઉર્ફે ચીરૂ ગુરૂમુખસિંગ સીકલીગર, કિરપાલસિંગ ઉર્ફે હરભજન જેરીલસિંગ સીકલીગર, કેતન હસમુખ પરમાર આબાદ ઝડપાઇ ગયાં હતા.પીસીબીએ રૂ. 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે બીજા બનાવમા પાણીગેટ જીઈબી પાછલ રાજારાણી તળાવ પાસે રહેતો શાહરૂખ ઇબ્રાહીમ મકરાણી તેના મકાનમાં જુગારતો હોય પીસીબીએ રેડ કરી હતી. જેમાં પણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત 7 ખેલી શાહરૂખ, મકરાણી, ફૈઝલ મકરાણી, વસીમ દિવાન, યુસુફ શેખ તથા સાહીલ શેખને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસ દ્વારા રોકડ રકમ ચાર મોબાઇલ મળી રૂપિયા 35 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્રીજા બનાવમાં અટલાદરા પોલીસે 12 ઓગસ્ટના રોજ ખિસકોલી સર્કલ પાસે ગોકુલનગર-4 ની પાછળના ખુલ્લા મેદાનમાં ચાલતા જુગાર પર રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થળ ઉપરથી 8 જેટલા જુગારી વિનોદસિંહ છીતુસિંહ જાદવ, ધર્મેન્દ્ર ભીખા વાઘેલા, નિરવ પ્રવીણ કાકા, દિવ્યેશ જયંતી મીસ્ત્રી, મેહુલ બાબુ સોલંકી, ધર્મેશ જગદીશ પટેલ, મહેશ તુકારામ માને અને વસંત વિરા પરમાર ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓની અંગજડતી કરતા તથા દાવ પર લાગેલા રોકડા રૂપિયા મળી રૂ.2 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.