હનુમાનજી ભગવાન શ્રી રામના ધ્યાનમાં ભજન કિર્તન કરતાં દર્શાવ્યા

મંદિર ખાતે સવારે આરતી, બપોરે સુંદરકાંડના પાઠ તથા રાત્રે શયન આરતીનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) વડોદરા તા.23
પવિત્ર શ્રાવણ માસ ના અંતિમ દિવસ સાથે જ શનિવારે અમાસનો તથા શનિદેવ અને હનુમાજીના દિવસના અનોખા સંયોગ દિવસે વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ દ્વારા શહેરના હરણી સ્થિત ત્રેતાયુગના સમયથી ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન પૂજન કર્યા હતા.શ્રાવણ માસના અંતિમ શનિવારે અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શહેરના હરણી વિસ્તારમાં ત્રેતાયુગ સમયે ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે અમાસના સંયોગ સાથે જ શનિવારે શનિદેવ અને હનુમાજીના દિવસના સંયોગ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોએ ભીડભંજન હનુમાનજી મહારાજ ના દર્શન પૂજન કર્યા હતા.અહી હનુમાનજી માનવ સ્વરુપે બિરાજમાન છે અને શ્રાવણ માસના અંતિમ શનિવારે હનુમાનજીને ભગવાન શ્રી રામના ભજન કિર્તન કરતાં દર્શાવ્યા છે.
શ્રી ભીડભંજન હનુમાન દાદાનુ મંદિર ત્રેતાયુગમાં સ્થાપયેલું હોવાની માન્યતા છે, વિશ્વામિત્ર ઋષિને મળવા ભગવાન રામ આ સ્થળે આવ્યા અને ઋષિઓને ત્રાસ આપતા હિરણ્યાક્ષ નામના દેત્યના વિનાશ માટે હનુમાનજીને ભગવાન રામે આજ્ઞા કરી હતી. જેથી હનુમાનજીએ દૈત્યને પોતાના પગ નીચે દબાવ્યો હતો ત્યારથી અહી હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે.
હનુમાનજીના મંદિરની દ્વાપર અને તેત્રા યુગમાં સ્થાપના થયુ હોવાની પણ માન્યતા છે. રામાયણમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ સીતાજી સાથે અને મહાભારતમાં ભગવાન શ્રીકૃષ્ણ એમ બંને અવતારો અહીં પધાર્યા હોવાનો ઉલ્લેખ સ્કંધ પુરાણમાં જોવા મળે છે. ભગવાન શ્રી રામ દ્વારા આ હનુમાનજી સ્થાપિત છે અગાઉ હિરણ નામથી ઓળખાતી આ નગરીનું સમય જતાં અપભ્રંશ થઈને હરણી નામ પડ્યું હોવાનું જાણવા મળે છે.સ્કંધ પુરાણમાં ઉલ્લેખ પ્રમાણે હનુમાનજી ત્રણ સ્વરુપમાં છે જેમાં વાનર સ્વરૂપ,માનવ સ્વરુપે અને દૈવી સ્વરૂપે બિરાજમાન છે ત્યારે અહીં ભીડભંજન હનુમાન દાદાના મંદિરમાં તેમની પ્રતિમા મનુષ્ય સ્વરુપે છે એટલે ભીડ ભંજન હનુમાન મંદિર દેશના બીજા હનુમાન મંદિરો કરતા અલગ છે. સ્કંધ પુરાણ શ્ર્લોકોના આધારે કહેવાય છે કે અનંત કોટી વર્ષ સુધી વિશ્વામિત્રી નદીના કિનારે રહેવા હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી છે અને વીર હનુમાન બિરાજમાન છે, ભક્તોની કષ્ટરૂપી ભીડને દૂર કરતા હોવાથી ભીડભંજન હનુમાનદાદા નામ પડ્યું છે. શ્રી રામ ભગવાનની અગિયાર બ્રહ્મવર્ષ સુધી આ સ્થળ પર મુકામ કરવાની આજ્ઞાને અનુસરી દાદા ભક્તોની રક્ષા કરી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસના અંતિમ શનિવાર સાથે અમાસ પણ છે અને શનિદેવ તથા હનુમાનજીનો દિવસ સાથેના આ અદભૂત સંયોગ નિમિત્તે અહીં હનુમાનજી ભગવાન શ્રી રામનું કિર્તન કરતાં દર્શાવ્યા છે. અહીં વહેલી સવારે મહા આરતી, બપોરે સુંદરકાંડના પાઠનું તથા રાત્રે શયન આરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શન પૂજન કર્યા હતા.અહી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસના છેલ્લા શનિવારે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.