Halol

શ્રમજીવી મહિલાને મકાન માલિક દ્વારા હેરાનગતિ થતા અભયમ હાલોલ મદદે પહોંચી

હાલોલ:
હાલોલ તાલુકાના એક વિસ્તારમાંથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી જણાવ્યું હતું કે તે અન્ય જિલ્લાના છે અને રોજગારી માટે હાલોલમાં વસવાટ કરે છે અને કંપનીમાં કામ કરતા હતા. તેમને અંગત કારણોસર રૂમ બદલવાની હતી. તેમણે એક મહિના પહેના તેની જાણ મકાન માલિકને કરી હતી. મકાન માલિક તેમની પાસેથી એક મહિનાનું ભાડુ વધારાનું માંગતા હતા અને રૂમને લોક કરીને ચાવી આપતાં ન હતા માટે તેમણે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

181 ટીમ દ્વારા સ્થળ પર જઈને પિડીત બહેન અને મકાન માલિક નું કાઉન્સિલીંગ કરીને સમજાવતા મકાન માલિકે પોતાની ભૂલ સ્વીકારી હતી. ત્યાર બાદ 181 ની ટીમ દ્વારા તેમને રૂમ ખાલી કરવા દેવા માટે જણાવી કાયદાકીય સમજ આપી બીજી વાર આવું ન કરવા જણાવાયુ હતું. પિડીત બહેનને આશ્વાસન આપી કાયદાકીય સમજ આપવામાં આવી હતી. પિડીત બહેન તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવા માંગતા ન હોવાથી તેમની વચ્ચે સમાધાન કરાવાયુ છે. પીડિત બહેને દ્વારા 181 અભયમ હાલોલ નો આભાર માનવામાં આવ્યો હતો.

Most Popular

To Top