Vadodara

શેરમાર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના બહાને ઠગતી ટોળકીના 4 સાગરીત ઝડપાયાં

સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હી ખાતે પહોંચીને ભેજાબાજોને દબોચ્યાં

24 ચેકબૂક, રોકડા રૂ.5.50 લાખ, 5 લેપટોપ. 24 મોબાઇલ અને 11 સ્ટેમ્પ કબજે


પ્રતિનિધિ વડોદરા તા.10
સાઇબર માફિયા દ્વારા લોકોના ઓનલાઇન કમાવાની લાલચ આપીને ઠગતા હોવાના અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે વડોદરામાં રહેતા વધુ એક વ્યક્તિને શેરમાર્કેટમા ઇન્વેસ્ટ કરવાના બહાને રૂ.15.70 લાખ વિવિધ ખાતામાં ભરાવ્યા હતા જેમાં પ્રોફિટ સાથેની રકમ પણ બતાવતી હતી. ત્યારબાદ ઠગોએ તેમનો વિશ્વાસ કેળવા માટે માત્ર 2 લાખ પરત કર્યા હતા પરંતુ 13.70 લાખ નહી આપી ઠગ કરનાર ગેંગના સાગરીતોને સાઇબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ. 5.50 લાખસ 24 ચેકબૂક, 5 લેપટોપ 24 મોબાઇલ ડેબિટ કાર્ડ્સ અને વિવિધ કંપનીઓના 11 સ્ટેમ્પ મળી આવતા પોલીસે કબજામાં લીધું.
શેરમાર્કેટમાં રોકાણ કરવા બાબતેની ટીપ્સ આપીને બનાવટી એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં તેઓને ટ્રેડિંગ મારફતે બનાવટી એપ્લિકેશનમા નફો બતાવતા તેમને વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ તેઓને રોકાણ કરવા માટે કહ્યું હતું. તેઓને એપ્લીકેશનમાં આઈપીઓ એલોટમેટ પણ લાગી ગયુ હોય તેમ દર્શાવવામાં આવ્યુ હતું. ભેજાબાજોએ અલગ અલગ કંપનીના શેર તેમજ આઇપીઓ ખરીદવાના બહાને ફરિયાદી પાસેથી રૂ.15.70 લાખ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ભરાવડાવ્યા હતા. જેમાંથી રૂ. 2 લાખ બેંક ખાતામાં પરત જમા કરાવ્યા હતા જ્યારે બાકીના નાણા રૂ.13.70 લાખની વારંવાર માંગણી કરવા છતાં નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી ભેજાબાજ આરોપીઓની પગેરુ મેળવવા વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા લોકેશન દિલ્હી ખાતેનું મળ્યું હતું. જેથી સાયબર ક્રાઈમે સ્થાનિક પોલીસની મદદ મેળવી દિલ્હી ખાતે પહોંચીને ચાર ઠગ આરોપી અર્પિતકુમાર વિજય ચૌધરી (રહે.ઉત્તમનગર, દિલ્હી),દિપક નરેશ ઠાકુર (રહે.ઉત્તમનગર, દિલ્હી), મોહિ તેજપાલસિંહ ( રહે.દિલ્હી) અને રાહુલ રાજેશ દલાલ ( રહે.હરિયાણા) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ. 5.50 લાખસ 24 ચેકબૂક, 5 લેપટોપ 24 મોબાઇલ ડેબિ કાર્ડ્સ અને વિવિધ કંપનીઓના 11 સ્ટેમ્પ મળી આવતા કબજે કરી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરાઇ છે.

– મળેલા 24 બેન્ક ખાતા પર એસીસીઆરપી પોર્ટલ પર 76 ફરિયાદ
ભેજાબાજોએ રોકાણ કરેલા રૂપિયામાંથી તેમનો વિશ્વાસ કેળવવા માટે રૂ. 2લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. તે બેન્ક ખાતાની બે ચેકબુક તથા આ ખાતુ મોબાઇલ દ્વારા ઓપરેટ થતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસ દ્વારા આ મોબાઇલ પણ કબજે કરીચકાસણી અર્થે મોકલ્યો છે. આરોપીઓ પાસેથી મળેલી 24 ચેકબુકના બેન્ક ખાતા વિરુદ્ધ એસીસીઆરપી પોર્ટલ 76 ફરિયાદો પણ નોંધાઇ છે.

Most Popular

To Top