Vadodara

શેરબજારમાં ખોટા આઇપીઓના ખોટા દસ્તાવેજોને સાચા તરીકે ઉપયોગ કરી રોકાણ કરવાના નામે રૂ.13.70 લાખની છેતરપિંડી

શરુઆતમાંરોકાણ સામે નફાનું વળતર આપી યુવકને વિશ્વાસમાં લીધા

કુલ રૂ 15,70,000નુ રોકાણ કરાવી રૂ.2,00,000પરત આપી બાકીના રૂ.13,70,000પરત ન આપ્યા

(પ્રતિનિધિ) વડોદરા તા. 01

શહેરના હરણી વિસ્તારમાં રહેતા યુવકે સોશિયલ મિડિયાના માધ્યમથી મુંબઇના રોકાણકારના વિશ્વાસમાં આવી રૂ. 15.70 લાખ નું રોકાણ કર્યું હતું પરંતુ તેમાંથી રૂ.2લાખ પરત આપી મુંબઇ ના રોકાણકાર તથા અન્ય ઇસમોએ એકબીજાના મેળાપીપણાથી બાકીના રૂ 13.70લાખ પરત ન કરી છેતરપિંડી આચરતા ભોગ બનનાર યુવકે સાઇબર ક્રાઇમ કચેરીમાં ફરિયાદ નોંધાવી.

શહેરના હરણીરોડ ખાતે આવેલા વિજયનગરમા રહેતા સ્મિત અક્ષયભાઇ જોશી નામના યુવકે સોશિયલ મિડિયાના માધ્યમથી ગત તા. 08-01-2025ના રોજ https://pinhtml.com માં ટ્રેડિંગ ખાતું ખોલાવ્યું હતું જેમાં સબ એકાઉન્ટ ઓપન હોય સ્મિતભાઇએ માનસી જયસ્વાલ સાથે મોબાઇલ ફોન થકી વાતચીત કરી હતી જેમના થકી ચિફ ઇન્વેસ્ટર્સ ડેરેક મહોમ્મદ સાથે ઓળખાણ થયેલ જેઓ મુંબઇ ના બાન્દ્રામા બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમા પટનામ ઇન્ટરનેશનલ ઇક્વિટી ફંડ નામની ઓફિસ ધરાવતા હોવાનું જણાયું હતું જેમાં તેમણે ઓછામાં ઓછું પચાસ હજારનું રોકાણ કરવા જણાવ્યું હતું જેથી સ્મિતભાઇએ રૂ 99,999તા.08-01-2025ના રોજ તેમણે જણાવેલા બેંક ખાતામાં ભર્યા હતા જેની રસીદ માનસી જયસ્વાલ ને મોકલતા સ્મિત એપ્લિકેશનમા આવી ગયા હતા અને જે રકમ રોકાણ કરી હતી તેમાં તેમને ફાયદો થયો હતો જેથી માનસી જયસ્વાલે વધુ રકમ રોકાણ કરવાની સલાહ આપી હતી જેથી સ્મીતભાઇએ ગત તા.31-01-2025ના રોજ તેઓના બેન્ક એકાઉન્ટમાં બે ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક લાખ નું રોકાણ કર્યું હતું જેમાં નફો થતાં સ્મિતભાઇને વિશ્વાસ આવી ગયો હતો ત્યારબાદ માનસી જયસ્વાલે 500% પ્રોફિટ પ્લાન્ટમાં સામેલ થવા પાંચ લાખનું રોકાણ કરવા જણાવી ત્રણસો ગણા રૂપિયા વ્યાજ મૂક્ત લોન ઉમેરી આપવાનું જણાવતા ગત તા.09-02-2025 ના રોજ માનસી જયસ્વાલે આપેલા એકાઉન્ટ નંબરમાં પચાસ હજાર તથા બીજા એકાઉન્ટમાં પચાસ હજાર રકમ ટ્રાન્સફર કરતાં કુલ રૂ ત્રણ લાખ જમા થયેલ જેની સામે રૂ નવ લાખ રૂપિયા આપતા સ્મિત જોશીને પાક્કો ભરોસો થઈ ગયો હતો અને સ્મિત જોશીને છ લાખ પચ્ચીસ હજારના શેર લાગતાં https://pinhtml.com ખાતું બાર લાખ માનસમાં ગયું હતું જેથી સ્મિત જોશીએ લોન લઇને બેંક ખાતામાં રૂ. 5,99,000 ભર્યા હતા જે બાદ તા.04-03-2025ના રોજ બેંક ખાતામાં આરટીજીએસ થી રૂ 6,70,000આઇપીઓમા લાગેલ શેર વેચતા રકમ ઉપાડવાની રિક્વેસ્ટ મોકલતા ટેક્ષ્ટ ભરવા જણાવાયું હતું બીજા અલગ અલગ એકાઉન્ટ થકી 3,00,000ભરાવ્યા હતા જેમાથી ટેક્સ ફ્રી લિમીટના રૂ બે લાખ તા.06-03-2025 ના રોજ પરત આપ્યા હતા અને તેઓએ બીજા પૈસાની માગણી કરતાં સ્મિત જોશીએ તપાસ કરતાં ફ્રોડ થયાનું જણાયું હતું જેથી તેમણે 1930નંબર પર ફરિયાદ નોંધાવી હતી પરંતુ આજદિન સુધી રૂપિયા રૂ.15,70,000નુ રોકાણ કરાવી જેમાંથી રૂ.2,00,000પરત આપી બાકીના રૂ 13,70,000પરત ન આપી વેબસાઇટ ઉપર 1,36,43,024નુ વળતર આપવાની લાલચ આપી એકબીજાની મદદગારીથી વિશ્વાસઘાત, છેતરપિંડી આચરતા સાયબર ક્રાઇમમા ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top