વ્યક્તિ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું..
મૃત્યુ અંગેનું કારણ જાણી શકાયું નથી પોલીસ તપાસ હાથ ધરાઇ.
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
વડોદરા નજીકના દિલ્હી – મુંબઈ હાઇવે નજીકથી સવારે છ વાગ્યાની આસપાસ એક અંદાજે 45વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વડોદરા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહોને એસ.એસ.જી.હોસ્પિટલમા પોસ્ટમોર્ટમ સહિતની મૃતકના સગાંવહાલાંઓની રાહ જોઇ કોલ્ડ સ્ટોરેજમા મૂકવાની તજવીજ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે વહેલી સવારે વડોદરા નજીક આવેલા શેરખી ની સીમમાંથી પસાર થતા દિલ્હી – મુંબઈ હાઇવે પાસેથી એક અંદાજે 45વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ વડોદરા તાલુકા પોલીસને થતાં વડોદરા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ કરતાં વ્યક્તિ પાસેથી ઓળખપત્ર મળી આવેલ જેમાં જણાવ્યા મુજબ વ્યકિતનું નામ ગોવિંદભાઈ નટુભાઇ ઝાલા હોવાનું તથા તે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતો હોવાનું જણાયું હતું.આ વ્યક્તિ નું મોત કેવી રીતે,કે ઇ હાલતમાં શેના કારણે થયું તે જાણી શકાયું નથી.વડોદરા તાલુકા પોલીસે મૃતદેહના વાલીવારસો ને જાણ કરવા તથા મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડી મૃતદેહ ને કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો.સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.