Vadodara

શુક્રવારે શહેરમાંસવારે દસ વાગ્યાથી હળવો વરસાદ શરૂ..

આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ ની આગાહી?

નવરાત્રી દરમિયાન વરસાદની અંબાલાલ પટેલની આગાહી

શુક્રવારે સવારથી જ શહેરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે તેવામાં ગત બુધવારે સાંજે વાવાઝોડા સાથે વરસાદ બાદથી શહેરમાં સતત વરસાદ પડી રહ્યો છે. હજી પણ આગામી પાંચ દિવસ સુધી મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે બીજી તરફ શહેરના ગરબા આયોજકો પણ મૂંઝવણમાં મૂકાયા છે કારણ કે, ગરબા મેદાનોમાંથી વરસાદી પાણી ઓસરતા નથી કારણ કે સતત વરસાદ થી વારંવાર મેદાનોમાં પાણી ભરાઇ રહ્યાં છે. શહેરના યુવાવર્ગમા એક તરફ નવરાત્રીના ગરબા રમવાનો થનગાટ છે જેના માટે લોકોએ ખરીદી પણ કરી છે સાથે જ મોંઘા પાસ પણ ખરીદી રહ્યાં છે જ્યારે બીજી તરફ વરસાદ પડી રહ્યો છે જેના કારણે ગરબા ખેલૈયાઓ ચિંતિત બન્યા છે.
બંગાળની ખાડી પર સર્જાયેલ વરસાદી સિસ્ટમ ને પગલે વર્ષાઋતુ વિદાય લેતા અગાઉ પોતાની બેટિંગ ચાલુ કરી છે. આ વર્ષૈ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓના ગરબા રમવાના મનસૂબા પર પાણી ન ફરી વળે તો નવાઇ નહીં. હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવરાત્રી દરમિયાન વરસાદ રહેશે જેના કારણે યુવાવર્ગમા ગરબા રમવાની ચિંતા વ્યાપી છે. ગરબા આયોજકો પણ સતત ચિંતિત જણાયા છે.

Most Popular

To Top