મહિલા વેપારીઓનો શ્રાપ “મહિલાનું નાં લેવાય, ફૂટી નીકળશે
વડોદરા: વડોદરા શહેરના શુક્રવારી બજારમાં પાલિકાની ટીમ ત્રાટકતા મહિલા વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂતડી ઝાપા ગેટથી કારેલીબાગ પાણીની ટાંકી સુધીના રોડ પર હાથીખાના માર્કેટના ગેટ પાસે 10 શુક્રવારે શુક્રવારી બજાર ભરાય છે. ત્યારે આજે શુક્રવાર નિમિત્તે વહેલી સવારથી જ બજાર ભરાયું હતું. જોકે ત્યાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી. જ્યાં દબાણ શાખા ટીમે પથારો લઈને બેસેલા વેપારીનો સામાન જપ્ત કર્યો હતો. આ કામગીરી દરમિયાન મહિલા વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામ થયો હતો. દબાણ શાખાની ટીમની આ કામગીરીના પગલે શુક્રવારી બજારમાં પથારો નાખી પેટીયુ રળતા વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો.

દર શુક્રવારે આ વિસ્તારમાં શુક્રવારી બજાર ભરાય છે.જોકે આજે જ આ દબાણ શાખાની ટીમ ત્રાટકતા વોર્ડ ઓફિસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.